મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું ખૂબ જ સરળ રીતે “Hello World” નો પ્રોગ્રામ, Hello World in Java, Hello World in Gujarati. તેને કેવી રીતે લખવો, તેને Compile કઈ રીતે કરવો અને શેમાં કરવો? આ બધા પ્રશ્નો ના જવાબ મેળવવા માટે ચાલો શીખીએ Hello World in Java અને તેપણ આપણી ભાષા ગુજરાતીમાં.
How to Write Hello World in Java – Hello World નો program જાવા માં કઈ રીતે લખવો?
- સૌથી પેહલા તમારું notepad open કરો અને તેમાં નીચે આપેલ program લખો.
public class maricollege
{
public static void main(String[] args)
{
System.out.println("Hello World");
}
}
- આ પ્રોગ્રામ માં સૌથી પેહલા class બનાવો. તમારે જે નામ નો class બનાવવો હોય તે નામનો class બનાવી શકો છો.
- અહીં, અમે maricollege નામ નો class create કરેલ છે.
- ત્યારબાદ main method લખવી.
- Main method માં તમારે જે content print કરવો હોય અથવા કોઈ બીજા functions add કરવા હોય તો તે બધુ કરી શકો છો.
- Program માં તમે System.out.println કરીને એક sentence જોયું જેમાં Hello World લખેલું છે. આ sentence નો ઉપયોગ કોઈ પણ Variable ની Value કે Simple નામ ને પ્રિન્ટ કરવા માટે થાય છે.
- આ પ્રોગ્રામને તમે જે નામ નો class બનાવ્યો તે નામ થી save કરવો, અહી અમે આને maricollege.java થી save કરેલ છે.
હવે, પ્રોગ્રામ તો લખાઈ ગયો તો ચાલો! તેનું execution પણ જોઈએ.
આ પણ વાંચો – Java OOP Concepts – Basics of OOP
How to Compile Java Program? – Java Program ને કઈ રીતે Compile કરવો?
- આ પ્રોગ્રામને સૌપ્રથમ Compile કરવા માટે તમારું command prompt open કરો.
- જ્યાં તમે આ program સેવ કર્યો છે તે directory command prompt માં cd command ની મદદથી open કરો.
- હવે, javac command નો ઉપયોગ કરીએ.
- તમારા command prompt માં “javac maricollege.java” આ type કરો. અહી તમે જે નામ આપ્યું હોય પ્રોગ્રામને તે નામ javac પછી લખવું.
- ઉપરોક્ત image માં પ્રોગ્રામને Compile કરેલ છે જે તમે જોઈ શકો છો.
How to Run Hello World in Java? – Hello World ને run કઈ રીતે કરવો?
- ત્યારબાદ તેને run કરવા માટે “java maricollege” આટલું લખવું અને Enter આપવું.
- ઉપરોક્ત image માં તમે ફાઇનલ output જોઈ શકો છો.
How to run Hello World in GDB Compiler? – GDB Compiler માં Hello World run કઈ રીતે કરવો?
- હવે, માત્ર એવું નથી કે તમે આ પ્રોગ્રામને notepad માં લખી ને command prompt માં જ run કરો.
- તમે તેને કોઈ પણ Online Java Compilers માં run કરી શકો છો. જેમ અમે નીચેની image માં GDB Compiler માં run કરેલ છે.
- મિત્રો આમાં તમારે Java Code ને અહી લખીને ઉપર લખેલ run પર ક્લિક કરશો તો તમને તમારું Output Hello World મળી જશે.
આ પણ વાંચો – Static Binding vs Dynamic Binding
આ પણ વાંચો – Difference between POP and OOP
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે “Hello World” નો પ્રોગ્રામ, Hello World in Gujarati, Hello World in Java.. તેને કેવી રીતે લખવો, તેને Compile કઈ રીતે કરવો અને શેમાં કરવો વગેરે.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.