Data Types in Java | Java Data Types in Gujarati

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Data Types in Java, Primitive Data Types, Primitive Data Types in Java, Primitive Data Types in Gujarati, Java Data Types in Gujarati.

આપણે C અને C++ ભણ્યા છીએ તો તેમાં integer, float, double વગેરે જેવી data types આવતી હતી અને આપણે તેનો ઉપયોગ પણ કર્યો છે. તે જ રીતે Java માં પણ data types આવેલ છે. તો ચાલો મિત્રો! આજે શીખીએ java ની data types આપણી સરળ ભાષા ગુજરાતીમાં.

Data Types in Java | Java Data Types in Gujarati

Java માં 2 type ની data types છે:

1. Primitive data type

2. Non-primitive data type

મિત્રો આજે આપણે primitive data types જોઈશું.  

Primitive Data Types in Java

Data Types in Java | Java Data Types in Gujarati

Primitive data typepredefine data type છે, જે programming language દ્વારા supported છે.

જાવા માં 8 types ની Primitive data type છે:

  1. byte
  2. short
  3. int
  4. long
  5. float
  6. double
  7. boolean
  8. char

આ પણ વાંચો – Hello World in Java

Byte Data Type

  • Byte data type એ 8-bit signed integer છે.
  • તેની minimum value -128 અને maximum value 127 છે.
  • તેની default value 0 છે.
  • આનો ઉપયોગ integer ની જગ્યા એ થાય છે. આપણે આને integer ની જગ્યા એ ત્યારે જ વાપરી શકીએ જ્યારે આપણને ખબર હોય કે value -128 થી 127 ની વચ્ચે છે.
  • Byte data type નો ઉપયોગ large array માં space બચાવવા માટે થાય છે.
  • Byte એ integer કરતાં 4 ઘણું નાનું છે.

Example: byte a = 10;

Short Data Type

  • short data type એ 16-bit signed integer છે.
  • તેની minimum value -32,768 અને maximum value 32,767 છે.
  • તેની default value 0 છે.
  • Short data type પણ byte data type ની જેમ memory બચાવવા ઉપયોગ માં લેવાય છે. 
  •  Short data type એ integer કરતાં 2 ઘણી નાની છે.

Example: short a = 100, short b = -3000;

Int Data Type

  • int data type એ 32-bit signed integer છે.
  • તેની minimum value -2,147,483,648 અને maximum value 2,147,483,647 છે.
  • તેની default value 0 છે.
  • Integral [અવિભાજ્ય] values માટે તે default data type છે.

Example: int a = 100;

Long Data Type

  • long data type એ 64-bit signed integer છે.
  • તેની minimum value -9,223,372,036,854,775,808[-263] અને maximum value 9,223,372,036,854,775,807[263-1] છે.
  • તેની default value 0L છે.
  • આનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે integer મોટી values ને store ના કરી શકે.
  • આમાં આની values ને L થી end કરવામાં આવે છે.

Example: long a = 100000L;

Float Data Type

  • float data type એ 32-bit floating point છે.
  • તેની default value 0.0f છે.
  • આમાં આપણે values ને f થી end કરીએ છીએ.
  • float data type નો currency જેવી precise values માટે ઉપયોગ થતો નથી.  

Example: float f = 23.9f;

Double Data Type

  • double data type એ 64-bit floating point છે.
  • તેની default value 0.0d છે.
  • આમાં આપણે values ને d થી end કરીએ છીએ.
  • આ data type એ decimal values માટે default data type છે.

Example: double d = 227.54d;

Boolean Data Type

  • Boolean data type એ information ના one bit ને represent કરે છે.
  • અહીં માત્ર બે જ possible value હોઈ શકે: true or false.
  • આ data type simple true/false conditions માટે વપરાય છે.  
  • તેની default value false છે.

Example: boolean b = true;

Char Data Type

  • char data type એ single 16-bit unicode character છે.
  • તેની minimum value ‘\u0000’ અથવા 0 અને maximum value ‘\uffff’ અથવા 65,535 inclusive છે.
  • આનો ઉપયોગ કોઈ પણ character ને store કરવા માટે થાય છે.
  • આમાં character ને single quote ‘ ’ માં લખવું જે નીચે Example માં બતાવેલ છે.

Example: char c = ‘A’;

આ પણ વાંચો – Java OOP Concepts – Basics of OOP

આ પણ વાંચો – Static Binding vs Dynamic Binding

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Data Types in Java, Primitive Data Types, Primitive Data Types in Java, Primitive Data Types in Gujarati, Java Data Types in Gujarati.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment