મિત્રો, આપડે આ Tutorial સિખીશું કમ્પ્યુટર કેટલા પ્રકાર ના હોય છે, કમ્પ્યુટર ના જુદા જુદા પ્રકાર. (Types of Computers, Different Types of Computers). તો ચાલો મિત્રો આજે આ Tutorial માં Different Types of Computers ને ખૂબજ સરળ રીતે આપડી ગુજરાતી ભાષામાં સમજીએ.
Different Types of Computers – કમ્પ્યુટર ના જુદા જુદા પ્રકાર
મુખ્ય રૂપ થી આને ત્રણ અલગ અલગ આધાર પર વહેચેલા છે.
Computers Based on Mechanism – કાર્યપ્રણાલી ના આધાર પર કમ્પ્યુટર ના પ્રકાર
- Analog Computer(એનાલોગ કમ્પ્યુટર)
- Digital Computer (ડિજિટલ કમ્પ્યુટર)
- Hybrid Computer (હાઇબ્રીડ કમ્પ્યુટર)
Analog Computer (એનાલોગ કમ્પ્યુટર)
- Analog Computer એ કમ્પ્યુટર ને કહેવા છે કે જે એનાલોગ સિગ્નલ નો ઉપયોગ કર્તા હોય information ને ડિસ્પ્લે કરવા માટે. Analog Computer નો ઉપયોગ એનલોગ ડેટા ને પ્રોસેસ કરવા માટે થાય છે.
- આમાં ઇન્ફોર્મેશન જે continuous form હોય છે તેને curves ના આકાર માં display કરવામાં આવે છે. આનો ઉપયોગ continuous physical quantity જેવી કે current flow, temperature, blood pressure, heart beats ને measure(માપવા) માટે કરવા માં આવે છે.
- આ quantities continuous હોય છે અને તેમાં infinite variety ની values મેળવ વામાં આવે છે.
- તે measure કરે છે continuous changes ને કેટલાક physical quantity માં જેવાકે Speedometer (સ્પીડોમિટર) નો ઉપયોગ ગાડી ની speed ને માપવા માટે થાય છે. થર્મોમીટર (Thermometer) નો ઉપયોગ ગરમી (Temperature) ના બદલાવને માપવા માટે થાય છે. વજન મસીન (weighing machine) નો ઉપયોગ વજન(weight) માપવા માટે થાય છે.
- આ કંપ્યુટરો એવી પરિસ્થિતી માટે ideal હોય છે જ્યાં data ને accept કરવામાં આવે છે directly એ પણ measuring instrument થી અને જેને કોઈ પ્રકારની conversion ની જરૂર નથી હોતી numbers કે codes માં.
- Analog Computers જ એ પ્રથમ કમ્પ્યુટર હતા જેને develop કરવામાં આવ્યા અને modern digital Computer ના developments નો આધાર માનવામાં આવ્યા.
Digital Computer (ડિજિટલ કમ્પ્યુટર)
- એક ડિજિટલ કમ્પ્યુટર, જેમકે એના નામ પરથીજ ખબર પડે છે કે તે જણાવે છે કે તે digital ની સાથે કામ કરે છે, જે represent કરે છે જેમકે numerals, letters કે કોઈ બીજા special symbols.
- ડિજિટલ કમ્પ્યુટર input ના આધાર પર જે ON-OFF type હોય છે અને તેની આઉટપુટ પણ ON-OFF signal ના form માં હોય છે તેને operate કરે છે. સામાન્યરીતે, ON ને represent કરવામાં આવે છે 1 થી અને OFF ને represent કરવામાં આવે છે 0 થી.
- તો અહિયાં આપડે કહી શકીએ કે ડિજિટલ કમ્પ્યુટર ઇન્ફોર્મેશન પર પ્રોસેસ કરે છે electrical signal ના હાજર કે ગેરહાજર આઘાર પર ક્યાતો 1 અથવા 0 પર.
- એક ડિજિટલ કમ્પ્યુટર નો ઉપયોગ numeric ની સાથે સાથે non-numeric data ને પ્રોસેશ કરવા માટે પણ કરવામાં આવે છે.
- તે બૌબધા arithmetic operations ને પણ perform કરી શકે છે જેવાકે addition(સરવાળો), subtraction(બાદબાકી), multiplication(ગુણાકાર), division(ભાગાકાર) અને સાથે સાથે logical operations ને પણ.
- મોટાભાગના કંપ્યુટરો જે હાલના સમય માં ઉપલબ્ધ છે તે બધા ડિજિટલ કમ્પ્યુટર છે. ડિજિટલ કમ્પ્યુટર ના સામાંય ઉદાહરણ માં accounting machines અને calculators છે .
- જો આપડે results ની વાત કરીએ ત્યારે ડિજિટલ કમ્પ્યુટર વધારે ચોક્કસ(accurate) results પ્રદાન કરે છે એનાલોગ કમ્પ્યુટર ની તુલનામાં. એનાલોગ કમ્પ્યુટર એ ડિજિટલ કમ્પ્યુટર કારતા વધુ ઝડપી (Faster) હોય છે.
- ઇન્ફોર્મેશન ને store કરવા માટે એનાલોગ કમ્પ્યુટર માં મેમરી હોતી નથી પરંતુ ડિજિટલ કમ્પ્યુટર માં મેમરી હોય છે. આપડે કહી શકીએ કે ડિજિટલ કમ્પ્યુટર count કરે છે ત્યાં એનલોગ કમ્પ્યુટર measure કરવાના કામ માં આવે છે.
- આ કમ્પ્યુટર text, graphics, અને picture ના આધાર પર information ને display કરે છે.
Hybrid Computer (હાઇબ્રીડ કમ્પ્યુટર)
- એક Hybrid Computer એ અસલમાં digital અને Analog Computer નું એક કોમ્બિનેશન(combination) હોય છે. આમાં બંને પ્રકાર ના કમ્પ્યુટર ના best features ને ભેગા (combine) કરવામાં આવ્યા છે. જેમ Analog Computer ની speed અને digital Computer ની memory અને ચોકસાઇ(accuracy).
- Hybrid Computer નો ઉપયોગ એવી specialized applications માટે કરવામાં આવે છે જેમાં બંને પ્રકારના data (continuous અને discrete) ને process કરવાની જરૂરત હોય છે. તેનાથી તે user ની મદદ કરે છે બંને પ્રકાર ના data(continuous અને discrete) ને process કરવા માં.
- ઉદાહરણ માં જોઇયે તો એક પેટ્રોલ પમ્પ પર એક પ્રોસેસર હોય છે. જે convert કરે છે fuel flow measurements ને quantity અને price values માં.
- એક hospital intensive care unit (ICU) માં, એક Analog ડિવાઇસ નો ઉપયોગ થાય છે દર્દી ના બ્લડ પ્રેશર અને તાપમાન(temperature) ને માપવા માટે, જેને પછી થી convert અને display કરવામાં આવે છે digits ના form માં.
- Hybrid Computer નો ઉપયોગ scientific calculations માં પણ થાય છે, defense અને radar systems માં.
- આ એક એવું કમ્પ્યુટર હોય છે કે જે binary ની સાથે સાથે Analog signal ને પણ સમજવામાં સક્ષ્મ હોય છે. એટ્લે તેની speed નાતો Analog Computerથી વધુ અને નાતો digital Computer ની સરખામણી માં ઓછી હોય છે.
Computers Based on Purpose – ઉદેસ્ય ના આધાર પર કમ્પ્યુટર ના પ્રકાર
- General purpose Computers (જનરલ પર્પસ કમ્પ્યુટર)
- Special purpose Computers (સ્પેશિયલ પર્પસ કમ્પ્યુટર)
General purpose Computers (જનરલ પર્પસ કમ્પ્યુટર)
- આત્યાર ના સમય માં જે કમ્પ્યુટર નો ઉપયોગ વધુ થાય છે તે કમ્પ્યુટરો નેજ general-purpose Computer કહે છે.
- તમે ફક્ત એક general-purpose Computer અને થોડાક અલગ અલગ સૉફ્ટવેર(software) નો ઉપયોગ કરી ને ઘણાબધા task ને પૂર્ણ કરી સકો છો, જેમાં લખવું(writing) અને એડિટિંગ(editing) કરવું, data base માં facts ને manipulate કરવું, manufacturing inventory ને track કરવું, scientific calculations કરવા માટે, ક્યાતો કોઈ સંસ્થા (organization) ની સિક્યોરિટી સિસ્ટમ ને સંભાળવા માટે, આવા ઘણાબધા કામો છે જેમાં આનો ઉપયોગ થાય છે.
- આ general purpose Computer એ આટલા વધુ variety ના operations એટલા માટે કરી શકે છે કેમકે તે સહેલાઈથી અલગ અલગ પ્રોગ્રામ્સ ને store અને execute કરી શકે છે પોતાના ઇન્ટરનલ સ્ટોરેજ માં.
Special Purpose Computers (સ્પેસિયલ પર્પસ કમ્પ્યુટર)
- જેમકે નામથીજ ખબર પડે છે કે એક special-purpose Computer ને design કરવામાં આવેલ હોય છે કોઈ ચોક્કસ પ્રકાર ના ટાસ્ક કરવા માટે અને વધુ પડતો તેમનો ઉપયોગ એક particular problem ને સોલ્વ કરવા માટે જ થાય છે. એટલા માટે જ તેમ ને dedicated Computer પણ કહેવાય છે. કારણકે તે એક single task ને વારં વાર કરવા માટે બનેલા હોય છે.
- આવ કમ્પ્યુટર સિસ્ટમ નો ઉપયોગ graphic intensive video games, traffic lights control system, navigational system એક aircraft કી, weather forecasting, satellite launch/tracking, oil exploration, અન automotive industries, time નો ધ્યાન રાખવા માટે digital watch, ક્યાતો robot helicopter માં મોટાભાગે તેનો ઉપયોગ થતો હોય છે.
- આ special purpose Computer માં તમને ઘણા સમાન features દેખવા મલિજસે જેવાકે general purpose Computer માં હોય છે. બસ ફક્ત અહી એક special function ને વધારે ધ્યાન આપવામાં આવે છે.
- તે સૂચનાઓ(instructions) કે જે આને કંટ્રોલ કરે છે તેને સીધીજ કમ્પ્યુટર માજ build કરવામાં આવે છે, જેનાથી તે વધુ અસરકારક બની જાય છે અને અતિસય વધુ effective operation પણ કરવા માં પણ સક્ષમ હોય છે.
- આની એક મોટી drawback એ છે કે આમાં versatility ના બરાબર હોય છે. જેનો મતલબ એથાય કે તેને બીજા કોઈ operations માં ઉપયોગ ના કરી શકે.
Computers Based on Size – આકાર ના આધાર પર કમ્પ્યુટર ના પ્રકાર
- Super Computer (સુપર કમ્પ્યુટર)
- Mainframe Computer (માઈનફ્રેમ કમ્પ્યુટર)
- Mini Computer (મિનિ કમ્પ્યુટર)
- Micro Computer (માઇક્રો કમ્પ્યુટર)
- Laptop Computer (લેપટોપ કમ્પ્યુટર)
Super Computer (સુપર કમ્પ્યુટર)
- દુનિયા માં super Computer ની શોધ સૌપ્રથમ Mr. Seymour Cray નામ ના વ્યક્તિ એ કરી હતી. વર્ષ 1976 માં super Computer ની સોધ થઈ હતી અને તેનું નામ cary-1 રાખવામા આવિયું હતું.
- આ કમ્પ્યુટર multi-user, multiprocessor large Computer હોય છે જેની બૌજ વધુ efficiency હોય છે અને સાથે સાથે storing capacity પણ હોય છે.
- આ super Computer માં બૌજ મુશકેલ problems ને solve કરવાની ક્ષમતા હોય છે એપણ થોડીક નેનો સેકંડ ની અંદરજ.
- આને બનાવવા માટે આમાં ઘણાબધા RISC(Reduced Instruction Set Computer), પ્રોસેસર્સ (processors) નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે.
- Super Computer સૌથી ઝડપી (fastest) અને સૌથી વધુ કીમતી કમ્પ્યુટરો હોય છે. આ કોમ્પુટરો નો ઉપયોગ જટિલ સાયન્સ(complex science) અને એંજીન્યરિંગ મુશકેલિ (Engineering Problems) ને સોલ્વ કરવા માટે થાય છે.
- Super Computer માં parallel processing (પેરેલલ પ્રોસેસીંગ) નો ઉપયોગ થાય છે. જેનાથી આની પ્રોસેસિંગ સૌથી વધુ હોય છે, જેનાથી ઘણાબધા CPUs નો એકજ સમયે ઉપયોગ કરવામાં આવે છે.
- એક Typical Super Computer એક second માં લગભગ Ten Trillion Individual Calculations કરે છે.
Applications of Super Computer – Super Computer ની applications
- આનો ઉપયોગ weather અને global climates ને forecast કરવા માટે થાય છે.
- આનો military research અને defines systems માં પણ ઉપયોગ થાય છે.
- આનો ઉપયોગ automobile, aircraft, અને spacecraft designing માં થાય છે.
- Protection folding analysis કારવા માટે પણ થાય છે.
- Digital film rendering માં પણ થાય છે.
- DNA structure અને gene engineering ને study કરવા માટે પણ થાય છે.
Mainframe Computer (મેઈનફ્રેમ કમ્પ્યુટર)
- સૌ પ્રથમ 1964 માં IBM એ mainframe Computer system/360 ની શોધ કરી હતી.
- Mainframe (તેનો મતલબ “big iron”) Computers જે દેખાવ માં બૌ મોટી લોખંડ ની બિલ્ડિંગ જેવા હોય છે. તે મોટા ભાગે Super Computer ના જેવાજ હોય છે, આ બન્ને માં અંતર જોઇયે તો Super Computer એ પોતાની બધી raw power નો ઉપયોગ કરે છે એપણ થોડાક ટાસ્ક માટેજ, અને ત્યાં Mainframe Computer નો ઉપયોગ ઘણાબધા કર્યો ને એકસાથે કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.
- આમની આવા પ્રકાર ની nature ના માટે, Mainframe Computer ને મોટાભાગે employ કરવામાં આવે છે મોટી સંસ્થાઑ(originations) માં bulk data processing, જેવાકે census, ઇંડસ્ટ્રી અને ગ્રાહક આંકડા(consumer statistics), enterprise resource planning, અને transaction processing માં.
- આ વધુ powerful multi-user Computer હોવા થી તેનો ઉપયોગ મોટા વ્યાપારીક સંસ્થાઓ માં, પરીક્ષા વિભાગ માં પરીક્ષાઓ માટે, industries અને defence માં જ્યાં એવા data ને process કરવાની જરૂર હોય કે જે બૌજ જટિલ (complex) હોય છે.
- આ બૌજ સહેલાઇથી ઘણીબધી request ને ઝડપથી process કરી શકે છે. આ ઘણાબધા CPU ના data processing ને process કરવા માટે હોય છે.
- લગભગ 100 users થી પણ વધુ users એકજ સમયે mainframe Computer નો ઉપયોગ કરિશકે છે. કારણકે આ time sharing mode ના આધાર પર કાર્ય કરે છે. તેની વર્ડ લંબાઈ (word length) 48 bits થી 64 bits સુધી ની હોય છે.
Applications of Mainframe Computer – Mainframe Computer ની Applications
- Government અને civilian
- Credit card processing કરવા માટે
- Bank માં
- Marketing માં
- Business data processing કરવા માટે મોટી સંસ્થાઓ માં
- Air traffic control system માં
- Industrial design કરવા માટે
Mini Computer (મિનિ કમ્પ્યુટર)
- Mini Computers વધુ powerful હોય છે. મોટાભાગે micro Computers ની સરખામણી માં તેજ નાના અને ઓછા powerful હોય છે.
- High-end models ની microcomputer systems એ વધુ powerful હોય છે અમુક midrange Computers થી, તેજ high-end models ના midrange system (supermini) પણ વધુ powerful હોય છે અમુક નાના મોડેલ્સ ના mainframe Computer થી.
- આ પણ એક multi-user Computer હોય છે જે એક સાથે એક થી વધુ લોકોને કામ કરવા માં સપોર્ટ કરે છે. આ કમ્પ્યુટર microcomputer ની તુલનામાં વધુ કીમતી હોય છે. આનો ઉપયોગ Complex data ને પ્રોસેસ કરવા માટે university, મોટા વ્યાપરીક સાંસ્થા(big business organizations) માં વધુ થાય છે.
- સાથે સાથે આનો ઉપયોગ scientific research, instrumentation system, engineering analysis, industrial process monitoring અને control માં પણ થાય છે.
- Mini Computers ના ઉદાહરણ: PDP-11, VAX
Micro Computer (માઇક્રો કમ્પ્યુટર)
- Micro Computer ને પર્સનલ કમ્પ્યુટર પણ કહેવામા આવે છે કેમકે આ એક એવા કોમ્પુટર હોય છે જેને એક સમય માં એક user ને કામ કરવા માટે બનાવવા (design) માં આવેલ હોય છે.
- આ term micro Computer સબંધિત છે એક term microprocessor થી હોય છે જેનો ઉપયોગ personal Computer ની સાથે અમુક કર્યો કરવા માટે જેમકે ડેટાને અને instruction codes ને પ્રોસેસ કરવા માટે.
- આ કમ્પ્યુટર વાપરવા માટે એક બૌજ સામાન્ય type નું કમ્પ્યુટર હોય છે.
- ડેસ્કટોપ કમ્પ્યુટર ને mobile થવા માટે નથી બનાવામાં આવ્યા. તેને એક સ્થાન થી બીજા સ્થાને લઇજઇ શકાય જ્યાં બરાબર power supply હોય ત્યાં. આ એક fixed Computer હોય છે.
- વર્ષ 1976 મા પહેલું personal Computer – Apple-1 બનાવમાં આવ્યું હતું, આને Apple Computer એ design કર્યું હતું. વર્ષ 1981 મા IBM એ પણ પોતાનું IBM 5150 PC ને announce કર્યું હતું.
- આત્યાંરે જે કમ્પ્યુટરો નો વધુ પડ્તો ઉપયોગ થાય છે એ બધા micro Computer જ હોય છે. તેને Home PC અથવા Personal Computer(PC) પણ કહે વાય છે કેમકે તે single user ધ્વારા ઉપયોગ કરાય છે.
- આ કમ્પ્યુટર higher level languages, multimedia, graphics, 3D graphics, અને games ને સપોર્ટ કરે છે.
- આ કમ્પ્યુટરો તેમની નાની size, low pries, અને low maintenance cost ના લીધે તે students અને professionals ના વચ્ચે તે વધુ popular હોય છે. સાથે સાથે તેને operate કરવા પણ એટલાજ સરળ હોય છે.
- આ micro Computer ના કારણે internet બૌજ ઓછા સમય માં એટલું વધુ પોપ્યુલર થઈ ગયા, અને આબધા income groups ના માટે available હોય છે.
Laptop Computer (લેપટોપ કમ્પ્યુટર)
- આ laptop કે handheld Computer એ desktop Computers માટે replacement નથી.
- ડેસ્કટોપ કમ્પ્યુટર નો ઉપયોગ major processing functions ને perform કરવા માટે હોય છે, અને laptops નો ઉપયોગ પણ થોડા ઓછા complex કર્યો માં થાય છે.
- આ laptop Computers બૌજ નાના, portable, ઓછો પાવર ખર્ચ કરે તેવા, સાથે સાથે તેને આધુનિક સુવિધાઓ ની સાથે equip કરેલ હોય છે જે એક modern PC માં હોય છે.
- આ કમ્પ્યુટર સંપૂર્ણ પણે battery થિજ ચાલે છે. તેની storage capacity એક personal Computer ની તુલના માં ઓછીજ હોય છે.
- આ laptop Computers ને ક્યારેય પણ કોઈપણ જગ્યાએ લઈ જઇ ને સહેલાઇથી વાપરી સકાય છે.
- Laptop Computer વિષે સૌ પ્રથમ Alon kay એ વિચાર્યું હતું. વર્ષ 1970 માં Alon kay તે સમય માં Xerox Palo Alto Research Canter માં કામ કરતાં હતા અને તેમણે તેને notebook નું નામ આપ્યું હતું.
- પરંતુ સૌપ્રથમ laptop design વર્ષ 1979 માં William Moggridge ધ્વારા થયું હતું. અને તે Grid System Crops માં કામ કરતાં હતા.
- વર્ષ 1983 મા, Gavilan એ એક laptop Computer produce કર્યું જે 64 kilobyte memory વાળું હતું, તેમાં MS-DOS operating system, touch pad mouse(ટચ કરીસકાય તેવું સ્ક્રીન વાળું), portable printer પણ હતું જેની weight 9Ib ની આસપાસ હતી.
Link to download CMTS Syllabus : Click Here
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે કમ્પ્યુટર કેટલા પ્રકાર ના હોય છે, કમ્પ્યુટર ના જુદા જુદા પ્રકાર. (Types of Computers, Different Types of Computers).
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.