Features of Java in Gujarati | Advantages of Java in Gujarati | Disadvantages of Java in Gujarati

મિત્રો, આ Tutorial માં આપડે શીખીશું જાવા ના ફીચર્સ (Features of Java in Gujarati), જાવના ફાયદાઓ (Advantages of Java in Gujarati) અને જાવા ના ગેરફાયદાઓ (Disadvantages of Java in Gujarati).

આપણે આગળ ના Tutorials માં જાવા ની history જોઈ તો એવો પ્રશ્ન તો થાય જ કે C અને C++ Programming Languages છે છતાં જાવા જ કેમ? તેના ફાયદાઓ શું? ગેરફાયદાઓ શું? તો આજે આપણે આ બધા પ્રશ્નો ને solve કરીશું. આ Tutorial માં તમને બહુ સરળ ભાષા માં Java ના ફાયદાઓ અને ગેરફાયદાઓ સમજાઈ જશે. તો ચાલો મિત્રો શરું કરીએ .

Features of Java in Gujarati – Advantages of Java in Gujarati

  1. Simple
  2. secure
  3. Platform-independent
  4. Portable
  5. Interpreted and compiled
  6. Robust
  7. Object-oriented
  8. Architecture neutral
  9. High performance
  10. Multithreaded
  11. Distributed
  12. Dynamic and extensible

Simple

  • કોઈ પણ language ને સરળ ગણી શકાય જો તે શીખવામાં અને સમજવામાં સરળ હોય.
  • જાવા ને તમે સરળતાથી શીખી શકો, તેનો સરળતાથી ઉપયોગ કરી શકો તે માટે તેને ખૂબ જ simple રીતે design કરવામાં આવી છે .
  • તેની syntax ખૂબ જ simple, clean અને સરળતાથી સમજાય જાય જેવી છે .
  • તે simple છે કારણકે તે C અને C++ જેવી ઘણી languages ના features ને contain કરે છે .
  • તે pointer , storage classes, go to statement નો ઉપયોગ ના કરી complexities [તકલીફો] ને દૂર કરે છે .
  • જાવા multiple inheritance ને પણ support કરતું નથી.
  • જાવા garbage collector નો use કરે છે જેથી object ને હટાવા સરળ છે.

Secure

  • જ્યારે સિક્યોરિટી [security] ની વાત આવે ત્યારે જાવા language એ programmer ની પહેલી પસંદ હોય છે.
  • જાવા એ ખૂબ જ secure programming language છે.
  • જાવા ની મદદથી આપણે virus ફ્રી સોફ્ટવેર અથવા સિસ્ટમ બનાવી શકીએ છીએ.
  • જાવા ના મેમ્બર્સ private હોય છે.
  • જ્યારે આપણે કોડ ને એક મશીન માંથી બીજા મશીન માં transfer કરીએ છીએ ત્યારે તે મશીન સૌપ્રથમ ચેક કરે છે કે કોડમાં વાઇરસ છે કે નહીં, તે Code ની safety ને ચેક કરે છે. જો Code માં virus હોય તો મશીન તેને execute કરતું નથી.
  • જાવા security threats ને ઘટાડે છે અને explicit pointer નો ઉપયોગ ના કરીને risk ને ટાળે છે.
  • જાવામાં બધી applications માટે એક security મેનેજર છે, જે classes ના access ને define કરે છે.
  • જાવા security ને વધારવા માટે encapsulation, abstraction  જેવા OOP Concepts નો ઉપયોગ કરે છે .
  • આ બધી security Java by default આપે છે. આના સિવાય જાવા application developer એપ્લિકેશનમાં SSL, JAAS, Cryptography દ્વારા થોડી વધારે સિક્યોરિટી એડ કરે છે.

Platform-independent

  • જાવા એક platform independent programming language છે. જેમાં લખાયેલ program ને એકવાર compile કરી મળતા byte code ને જુદા જુદા platform પર JVM [Java Virtual Machine] ની મદદથી સરળતાથી run કરી શકાય છે.
  • આ C, C ++ language થી અલગ છે, જેવી રીતે C , C ++ language માં લખાયેલ પ્રોગ્રામ ને અલગ અલગ operating system માં ચલાવવા માટે અલગ અલગ compile કરી run કરવો પડે છે. આના વિરુદ્ધ જાવા માં લખાયેલ પ્રોગ્રામ ને એકવાર compile કરી બીજી operating systems માં ચલાવવા માટે અલગથી compile કરવાની જરૂર પડતી નથી.
  • આપણે History of Java માં WORA-“Write Once, Run Anywhere” જોયું. આ જવાનું સ્લોગન છે જે platform independent ને એક જ વાક્યમાં સરળતાથી સમજાવે છે.

Portable

  • જાવા એ portable language છે.
  • Portable તો જાવા એ તેના platform independent feature ના લીધે portable છે.
  • જાવા કોડ કોઈપણ પ્લેટફોર્મ પર ચલાવી શકાય છે, તે portable છે અને તેને કોઈ પણ platform પર લઈ જઈ ત્યાં execute કરી શકો છો.
  • જાવાના source code ને compiler ની મદદથી compile કરી તેનો byte code generate કરો અને તે byte code ને તમે કોઈ પણ સિસ્ટમ/પ્લેટફોર્મ પર લઈ જઈ run કરાવી શકો છો.

Interpreted and compiled

  •  આ advantage માં બે stage આવેલા છે – (1) compiled (2) interpreted.
  • સૌપ્રથમ javac ની મદદથી source code એટલે કે .java નું  byte code એટલે કે .class file માં conversion થાય છે જેને આપણે compilation પ્રોસેસ કહીએ છીએ.
  • નીચે ની figure માં compilation પ્રોસેસ સરળ રીતે સમજાવેલ છે .
Features of Java in Gujarati - Advantages of Java in Gujarati
  • Compiled .class કોડ JVM ની મદદથી મશીન કોડ generate કરે છે આ પ્રોસેસ ને આપણે interpreted કહીશું.
  • નીચે ની figure માં interpreted પ્રોસેસ સરળ રીતે સમજાવેલ છે .
Features of Java in Gujarati - Advantages of Java in Gujarati
  • JVM માં એક software હોય છે જેને just-in-time compiler કહેવામાં આવે છે.
  • જે જાવા codeને run કરવાનું કાર્ય કરે છે. આ compiler એક તરહથી interpreter ની જેમ કાર્ય કરે છે. આથી જાવા ને interpreted and compiled language કહે છે.

Robust

  • જાવા એ robust એટલે કે strong language છે.
  • જાવા ના robust હોવાના બે કારણ છે
  • in-built exception handling
  • Automatic garbage collector
  • જાવા પાસે એક in-built exception handler છે, જે પ્રોગ્રામ ની error બતાવે અને તેને handle કરી error શા માટે આવી? કઈ રીતે આવી? કઈ line માં આવી? તેનો મેસેજ બતાવે છે.
  • જાવા પાસે એક automatic garbage collector છે, જે JVM દ્વારા run થાય છે.
  • જો તમે પ્રોગ્રામ માં object અથવા method બનાવી છે જેનો use થયો નથી તો garbage collector તેને જાતે જ remove કરી દેશે.

Object-oriented

  • જાવા એ એક object-oriented programming language છે જેમાં વસ્તુઓને એક object ના રૂપ માં માની programming કરવામાં આવે છે.
  • Object oriented programming એ software development ની એક technic છે. જે સોફ્ટવેર development ને સરળ બનાવે છે .
  • આ technic થોડા એવા rules provide કરે છે જેનાથી પ્રોગ્રામ ને maintain કરવું સરળ બની જાય છે.
  • Object oriented programming માં object, class, inheritance, polymorphism, encapsulation જેવા બેઝિક concept છે.

Architecture neutral

  • Java એ Architecture neutral programming language છે કારણકે તે implementation dependent નથી.
  • Compiler દ્વારા જાવા program માં compilation પછી મળતા byte code નું કોઈ પણ operating system architecture માં કોઈ જ લેવા દેવા હોતો નથી.
  • આ byte કોડને JVM ની મદદથી કોઈ પણ સિસ્ટમ માં run કરી શકાય છે .

High performance

  • જાવા એ એક high performance વાળી programming language છે જે compiler દ્વારા મળતા byte code ને just-in-time compiler ની મદદથી ખૂબ જ ઝડપી execute કરે છે.
  • જાવા C, C ++ સિવાય બીજી બધી languages ની તુલનામા ખૂબ જ ઝડપી છે .

Multithreaded

  • જાવા multithreading નું feature પણ આપે છે.
  • જાવા નું આ feature એ એક એવો પ્રોગ્રામ બનાવવામાં મદદ કરે છે જેમાં આપણે ઘણા પ્રકારના કાર્ય એક સાથે કરી શકીએ.
  • આનો મુખ્ય ફાયદો એ છે કે આમાં એક જ મેમરી માં આપણે multiple threads એક સાથે એક જ સમય પર run કરી શકીએ છીએ.
  • ઉદાહરણ તરીકે Microsoft word માં આપણે એક જ સમય માં typing ની સાથે grammar અથવા spelling ચેક કરી શકીએ છીએ.

Distributed

  • Java એક distributed programming language છે કારણકે તે જાવા users ને distributed application બનાવવાની સુવિધા આપે છે.
  • Distributed application બનાવા માટે તે RMI અને EJB નો ઉપયોગ કરે છે.
  • Java language નું આ feature આપણને કોઈ પણ મશીન ની file ને access કરવાની સુવિધા આપે છે.
  • આ feature એ multiple programmers ને multiple location પર internet દ્વારા single project પર કામ કરવાની સુવિધા આપે છે.
  • એક programmer બીજા programmer ના programming code ની file ને તેના method calling દ્વારા access કરી શકે છે.
  • જાવાનો આ feature data અને program બંને ને share કરવાની ક્ષમતા રાખે છે.

Dynamic and extensible

  • Java એ dynamic programming language છે. જે classes ના dynamic loading ને support કરે છે. જેનો મતલબ એ છે કે જાવામાં classes જરૂરિયાત પ્રમાણે લોડ થાય છે.
  • Java લેંગ્વેજ બીજી programming language જેવી કે, C અને C++ ના functions ને include કરવાની facility provide કરે છે મતલબ કે જરૂર પ્રમાણે આપણે જાવા પ્રોગ્રામ ને run time extend કરી શકીએ છીએ. જેનો મતલબ એ છે કે run time એ નવા functions અથવા method ને add કરી શકીએ છીએ. જેને native મેથડ કહે છે. અને આ પ્રોસેસ ને extensible કહે છે.
  • Dynamic નો મતલબ એ થાય છે કે run time એ કોઈ પણ વસ્તુ ને add કરવી અથવા run time કઈ પણ change કરવું.
  • જાવા નું આ feature જાવા ને ખૂબ જ popular બનાવે છે.

Disadvantages of Java in Gujaratiજાવા ના ગેરફાયદાઓ

  1. Performance
  2. Memory consumption[]
  3. Cost
  4. Less machine interactive
  5. Garbage collection

Performance

  • જાવા runtime દરમ્યાન interpreted હોવું જરૂરી છે, જે તેને દરેક Operating System માં રન કરવા allow કરે છે પણ તે તેના performance ને C અને C++ જેવી languages કરતાં ધીમું બનાવે છે.
  • બીજી બાજુ C++ program ને દરેક Operating System પર સીધા binary પર compile કરવાની જરૂર છે આથી તે વધુ ઝડપથી ચાલે છે.

Memory consumption

  • Java પ્રોગ્રામ વધુ મેમરી વાપરે છે કારણકે તે જાવા virtual machine ની top પર ચાલે છે.

Cost

  • જાવા programming language એ તેના higher પ્રોસેસિંગ અને મેમરી requirements [મેમરી ની જરૂરિયાતો] ના લીધે થોડુંક costly [ખર્ચાળ] છે.
  • આપણે જાવા program ને રન કરવા better [વધારે સારા] hardware ની જરૂર પડે છે.  

Less machine interactive

  • જ્યારે machines સાથે directly interaction કરવાની વાત આવે છે ત્યારે જાવામાં તે થઈ શકતું નથી, જે તે સોફ્ટવેર માટે ઓછા વ્યવહારુ બનાવે છે જેને ઝડપથી ચલાવવાની અને મશીન સાથે સીધી રીતે ચલાવવાની જરૂર હોય છે કારણકે જાવામાં explicit pointer પણ missing છે. 

Garbage collection

  • જાવા automatic garbage collector provide કરે છે જે programmer દ્વારા કંટ્રોલ થઈ શકતા નથી.
  • તે મેમરી ને free કરવા delete() અને free() જેવી methods provide કરતું નથી.

જો કે, વિવિધ ગેરફેયદાઓ હોવા છતાં, જાવા તેના ફાયદાઓ ને લીધે સૌથી વધારે use માં લેવાતી programming language માની એક છે, જે તેને platform independent, secure અને robust programming language બનાવે છે.

આ પણ વાંચો – History of Java in Gujarati

આ પણ વાંચો – Java and Internet in Gujarati

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે જાવા ના ફીચર્સ (Features of Java in Gujarati), જાવના ફાયદાઓ (Advantages of Java in Gujarati) અને જાવા ના ગેરફાયદાઓ (Disadvantages of Java in Gujarati).

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment