History of HTML in Gujarati

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું What is Html, History of HTML in Gujarati, Hypertext, Markup Language, Features of HTML. મિત્રો તમે HTML વિષે થોડું ઘણું તો જાણતાજ હશો તેના Tags પણ તને કદાચ જોયા હશે અને ઓનલાઇન HTML વિષે વાંચ્યું પણ હસે, માટે આજે આપણે તેને જ થોડું વધારે Details માં શીખીશું. તો ચાલો મિત્રો! શરૂ કરીએ History of HTML in Gujarati એટલે કે HTMLનો ઇતિહાસ આપણી જ ભાષા ગુજરાતી માં.

History of HTML in Gujarati

What is Html?

  • HTML નું પૂરું નામ Hyper Text Markup Language છે.
  • HTML નો ઉપયોગ web page બનાવવા માટે થાય છે.
  • HTML એ programming language નથી પણ તે formatting language છે.
  • HTML ની મદદ થી કોઈ પણ arithmetic કે logical operation perform કરી શકાતા નથી.
  • HTML ને તમે tags ની મદદથી લખી શકો છો. દરેક tag ના function હોય છે જે તમે next tutorial માં જોશો.
  • HTML ને text formatting language પણ કહે છે. કારણકે HTML ની મદદથી text ને edit કરી શકાય છે જેમ કે, તેને bold, underline અથવા તેની size વધારી કે ઘટાડી શકાય છે.
  • HTML એ એક standard markup language છે.
  • HTML file ને તમે notepad અથવા notepad++ માં create કરી શકો છો.
  • HTML file ને .html/.htm extension થી save કરવામાં આવે છે.
  • HTML કોઈ પણ operating system પર work કરી શકે છે.
  • HTML CSS (Cascading Style Sheets), C, C++ કરતાં ખૂબ જ સરળ છે.  

Hypertext

  • Hypertext normal text જ છે, પણ તે પોતાની સાથે કોઈ text ને જોડી રાખે છે જેને mouse click or tap થી જોઈ શકાય છે.
  • Hypertext દ્વારા તમે web ને explore કરી શકો છો.
  • Hypertext એટલે એક text ની અંદર બીજી text.
  • જેમ તમે અમારી website ના ઘણા tutorials માં link જોઈ હશે કે કોઈ text પર blue color અને નીચે underline જોઈ હશે તે link ને આપણે hyperlink કહીએ છીએ અને જે text પર hyperlink હોય તેને hypertext કહે છે.
  • સરળ રીતે કહીએ તો કોઈ પણ text માં available link એટલે hypertext.
  • તમે hypertext પર mouse ની મદદથી click કરીને આપેલ link વાળા page પર move થઈ શકો છો.
  • આથી hypertext web page સાથે associate થયેલું છે.

Markup Language

  • Markup language એક computer ની language છે જેનો use webpages માં text ને interactive બનાવવા માટે થાય છે.
  • આમાં પેહલા થી જ tag define હોય છે અને બધા tags નું અલગ-અલગ કામ હોય છે અને સાથે સાથે tag નો area fix કરેલ હોય છે કે કયો tag કેટલા દૂર સુધી કામ કરશે.
  • તમારે તમારા text ને સમજો bold કરવું છે તો તમે તેને <b>Maricollege</b> કરી ને bold કરી શકશો.
  • અહી <b> એ tag છે જે તેની વચ્ચે આવેલ text ને bold કરે છે.
  • Markup એટલે દરેક ત્યાગ ની વચ્ચે આવેલ text ને કોઈ પણ પ્રકારમાં define કરવું.
  • આ writing ને એટલે કે લખેલ file ને વધારે powerful અને dynamic બનાવે છે.

History of HTML in Gujarati

  • 1980 માં, CERN ના એક contractor physicist ભૌતિક શાસ્ત્રી Tim Berners Lee એ CERN researchers ના documents ને ઉપયોગ અને share કરવા માટે એક system નો પ્રસ્તાવ મૂક્યો.
  • 1989 માં, Tim Berners Lee એ internet based hypertext system ની દરખાસ્ત કરતો મેમો લખ્યો હતો.
  • 1989 માં HTML Tim Berners Lee દ્વારા CERN માં બનાવવામાં આવી હતી.
  • HTMLએ SGML [Standard Generalized Markup Language] પરથી બનેલ છે. 
  • SGML એ ISO [International Standard Organization] દ્વારા develop કરવામાં આવી હતી.
  • HTMLનું first version Tim Berners Lee એ 1993 માં લખ્યું હતું. ત્યારબાદ HTMLના ઘણા નવા અને અલગ versions આવ્યા છે.
  • Tim Berners Lee ને HTMLના પિતા કહેવામાં આવે છે.
  • પહેલા HTMLનું description “HTMLtag” નામનો document હતો.
  • Tim Berners Lee દ્વારા 1991 માં internet પર HTMLને mention કરવામાં આવ્યું હતું.
  • હાલ World Wide Web Consortium [W3C] દ્વારા HTMLનો વિકાસ કરવામાં આવે છે.
  • HTMLનું latest version HTML5 છે.

Features of HTML

  • આ easy અને simple language છે જેને સરળતાથી સમજી શકાય છે અને modify પણ કરી શકાય છે.
  • આ platform independent છે એટલે કે આને કોઈ પણ operating system માં open and run કરી શકાય છે.
  • આ programmer ને web page પર graphics, video, audio, images વગેરે Add કરીને web page ને attractive બનાવવાની facility provide કરે છે.
  • આ એક web page પર થી બીજા web page પર move કરવા માટે link add કરે છે.
  • HTML case sensitive language નથી. 

Link to download DWPD Syllabus: Click Here

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે What is Html, History of HTML in Gujarati, Hypertext, Markup Language, Features of HTML.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને HTML અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment