હેલ્લો દોસ્તો! આજે આપડે શીખીશું જાવા શું છે? (What is Java in Gujarati?, History of Java in Gujarati) એટલે કે Java ની હિસ્ટ્રી ગુજરાતીમાં અને આ Tutorial માં તમને બહુ સરળ ભાષા માં Java ની History અને જાવા શું છે તે સમજાઈ જશે. તો ચાલો મિત્રો શરું કરીએ Java ની History.
What is Java in Gujarati – History of Java in Gujarati
- Java એ ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામ્મિંગ લેન્ગવેજ છે.
- Java એ James Gosling, Patrick Naughton, Chris Warth, Ed Frank અને Mike Sheridan દ્વારા Sun Microsystems માં જૂન ૧૯૯૧ માં બનાવવામાં આવી હતી.
- James Gosling ને Java ના પિતા કહેવામાં આવે છે.
- આ નાની ટીમ ને “ગ્રીન ટીમ” કહેવામાં આવતી હતી.
- શરૂઆતમાં James Gosling દ્વારા Java ને “ગ્રીન ટોક” કહેવામાં આવી. જેનું એક્ષ્ટેન્સન .gt હતું.
- ત્યારબાદ તે “Oak” તરીકે ઓળખાઈ. જે ગ્રીન પ્રોજેક્ટ ના એક ભાગ તરીકે ડેવેલોપ થઇ.
Oak શા માટે?
- Oak એ એક તાકત [strength] નો સિમ્બોલ છે અને ઘણા દેશો જેવા કે, U.S.A., ફ્રાંસ, જર્મની, વગેરે માં રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
જાવા નામ કઈ રીતે રાખવામાં આવ્યું? – How choose Java name for Java Language
- Oak નું નામ બદલવાની ચર્ચા થઇ ત્યારે ગ્રીન ટીમ એ Oak ને નવું નામ આપવા માટે મળી.
- બધા ટીમ મેમ્બેર એ “ડાયનેમિક”, “સિલ્ક”, “ડીએનએ” વગેરે જેવા નામ સૂચવ્યા પરંતુ કોઇ નામ નક્કી થયું નહિ.
- તેઓ કોઇ એવું નામ ઈચ્છતા હતા જે ટેકનોલોજીના સાર રીવોલ્યુશનરી , ડાયનેમિક , લાઇવલી , કુલ , યુનિક , જોડણી કરવામાં સરળ અને કહેવામાં મજા આવે તેને પ્રતિબિંબ કરે.
- જેમ્સ ગોસ્લીંગ પ્રમાણે Java સિલ્ક ની સાથે ટોચની પસંદગીઓમાંની એક હતી.
- Java નામ ખૂબ જ અનોખુ હોવાથી ટીમના મોટાભાગના મેમ્બેર્સ એ અન્ય નામો કરતા Javaને પસંદ કરી.
- Java એ ઇન્ડોનેશિયા નું એક ટાપુ છે જ્યાં પ્રથમ કોફીનું ઉત્પાદન થયું હતું. તે એક પ્રકારની એસ્પ્રેસ્સો બીન છે.
- જયારે James Gosling તેમની ટીમ સાથે કોફી પીવા ગયા ત્યારે તેમને Java નામ પસંદ કર્યું કારણકે Java પેહલેથી જ oak ટેકનોલોજી દ્વારા ટ્રેડમાર્ક હતો.
- Java ના પ્રથમ વર્કિંગ વરજન ને બનાવવામાં 18 મહિના લાગ્યા.
- Java એ ફક્ત નામ છે. કોઇ શબ્દોના આધાક્ષરોનો બનેલો શબ્દ [acronym] જેમ કે, ASCII નથી .
- Java 1995 માં રીલીઝ થઇ હતી.
- 1995 માં ટાઇમ મેગેઝીન એ કહ્યું હતું કે “Java એ 1995 ના 10 શ્રેષ્ઠ પ્રોડ્કટસ માંથી એક હતી”.
- JDK 1.0 એ ૨૩ જાન્યુઆરી ૧૯૯૬ માં રીલીઝ થઇ હતી.
- સામાન્ય રીતે Javaનો ઉપયોગ એપ્લીકેશનનો develop કરવા માટે થાય છે.પરંતુ ઈન્ટરનેટના બધા પ્રકારના કાર્યોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે.
- Javaમાં source code ને byte code માં compile કરવામાં આવે છે.જયારે બીજી બધી ભાષાઓમાં source code ને machine code માં compile કરવામાં આવે છે.
- C અને C++ જેવી બીજી ઘણી લેંગ્વેજોમાં તકલીફ એ હતી કે તેઓ કોઇ સ્પેસિફિક ટારગેટ ને compile કરવા માટે બનાવેલ છે.
- Java C ની સિન્ટેક્ષ અને C++ ના ઘણા ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ ફીચર્સ ને ઇન્હેરીટ કરે છે.
- Java સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે સેટ-ટોપ બોક્ષ માં નાની એમ્બેડેડ સિસ્ટમ માટે રચાયેલ છે.
- પ્રાથમિક પ્રેરણા એ પ્લેટફોર્મ independent ભાષાની જરૂરીયાત હતી જેનો ઉપયોગ વિવિધ યુઝર્સ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં એમ્બેડ સોફ્ટવેર બનાવવા માટે કરી શકે છે.
“Write Once , Run Anywhere”[WORA]
- Java એ પોપ્યુલર પ્લેટફોર્મ પર કોઇ ખર્ચ વીના રનટાઇમ provide કરીને, એકવાર લખી ગમે ત્યાં રન કરવાનું promise આપે છે.
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે જાવા શું છે? (What is Java in Gujarati) અને જાવા નો ઇતિહાસ (History of Java in Gujarati).
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.