હેલ્લો દોસ્તો! આ Tutorial માં આપડે શીખીશું જાવા અને ઇન્ટરનેટ (Java and Internet in Gujarati). એટલે કે જાવાનો ઉપયોગ અને જાવા ઇન્ટરનેટ સાથે કેવી રીતે સંકળાયે છે. આ Tutorial માં તમને બહુ સરળ ભાષા માં Java અને Internet સમજાઈ જશે. તો ચાલો મિત્રો શરું કરીએ Java અને Internet.
Java and Internet in Gujarati (જાવા અને ઇન્ટરનેટ ગુજરાતીમાં)
- જાવાનો ઉપયોગ બે types ના programs બનાવવા માટે થાય છે: એક Applet અને બીજુ Application.
- Application એ એક program છે જે તમારા computer ની operating system હેઠળ તમારા computer પર run થાય છે.
- Applet એ internet પર પ્રસારિત [transmit] કરવા માટે design કરેલ application છે અને તે જાવા સુસંગત web browser દ્વારા ચલાવવામાં આવે છે.
- Applet એ નાનો જાવા program છે, જે image, sound file અથવા video clip ની જેમ સમગ્ર નેટવર્ક પર dynamic રીતે download થાય છે.
- મહત્વપૂર્ણ તફાવત એ છે કે applet એ intelligent program છે, માત્ર animation અથવા media file નથી .
- બીજા શબ્દોમાં, applet એ એક પ્રોગ્રામ છે જે users ના input પર react કરી શકે છે અને dynamic રીતે બદલી શકે છે . માત્ર એક જ animation અથવા sound ને વારંવાર run કરતું નથી .
- Java internet સાથે મજબૂત રીતે સંકણાયેલું છે કારણકે વાસ્તવમાં જાવામાં લખાયેલ First Application એ HotJava – એક web browser છે જે internet પર applet ને run કરે છે.
- Internet users જાવાની મદદથી applet programs create કરે છે અને તેમને locally Java-enable હોય તેવા browser જેમ કે, HotJava પર run કરે છે.
- તેઓ Java – enable browser નો ઉપયોગ કરી internet પર ગમે ત્યાં computer પર located applet ને download કરી શકે છે અને તેમના local computer પર તેને run કરી શકે છે .
- વાસ્તવમાં Java applets એ internet ને local computer ની storage system નું સાચું extension [વિસ્તરણ] બનાવ્યું છે.
- Internet users Java applet ધરાવતી તેમની website પણ set કરી શકે છે, જેનો ઉપયોગ internet ના અન્ય remote user’s દ્વારા થઈ શકે છે.
- Java applet ની માહિતી ના super highway પર સવારી [ride] કરવાની ક્ષમતા એ Java ને internet માટે unique programming language બનાવી છે.
- આ features એ Java ને internet પર વધારે Popular Programming Language બનાવી છે.
આ પણ વાંચો – History of Java in Gujarati
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે જાવા અને ઇન્ટરનેટ (Java and Internet) વિષે ગુજરાતીમાં એટલે કે જાવાનો ઉપયોગ અને જાવા ઇન્ટરનેટ સાથે કેવી રીતે સંકળાયે છે.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.