Java Environment Setup | How to install java | જાવા એન્વાયરમેન્ટ સેટઅપ

મિત્રો, Tutorial માં આપણે શીખીશું જાવા એન્વાયરમેન્ટ સેટઅપ કઈ રીતે કરવું? Java Environment Setup in Gujarati, Java Environment Setup Gujarati, How to install java, How to install java in Gujarati, How to set Environment path, How to install java development kit, How to install JDK?

આપણે અગાઉ ના Tutorial માં Java Development Kit[JDK] જોયું. હવે તમને એ વિચાર આવ્યો હશે કે આ JDK નો ઉપયોગ કરવો કઈ રીતે? આટલું બધુ importance છે આની તો આને install કઈ રીતે કરવાનું? આના installation માટે શું કરવાનું? તો ચાલો આજે આ જ પ્રશ્ન નો જવાબ મેળવીએ. તો ચાલો મિત્રો શીખીએ JDK નું installation અને install કર્યા પછીની Process આપણી જ સરળ ભાષા ગુજરાતી માં.

Java Environment Setup - જાવા એન્વાયરમેન્ટ સેટઅપ

Java Environment Setup in Gujarati જાવા એન્વાયરમેન્ટ સેટઅપ કઈ રીતે કરવું?

Check if java is installed – જાવા ઇન્સ્ટોલ કરેલી છે કે નહીં તે ચેક કરો

  1. Java ને install કર્યા પેહલા તમારા computer માં પેહલેથી જ જાવા install તો નથી ને તે ચેક કરવું ખૂબ જ જરૂરી છે.
  2. તેને ચેક કરવા માટે command prompt open કરો.
  3. તેમાં java -version type કરો.
  4. જો જાવા install કરેલી હશે તો command prompt તમને તેના versions બતાવશે.
  5. અને જો install કરેલ નહીં હોય તો java isn’t recognized as an internal or external command” આવો મેસેજ બતાવશે.

આ પણ વાંચો – What is bytecode in Gujarati?

How to download java in Gujarati? – જાવા ને કઈ રીતે download કરવું?

  1. જાવા ને ઇન્સ્ટોલ કરવા માટે પેહલા તેને download કરવી પડે.
  2. તેને download કરવા તમારું web browser એટલે કે chrome અથવા બીજું જે તમે વાપરો એને open કરો.
  3. હવે તેમાં oracle java download type કરી enter આપો.
  4. તેમાં પહલી જ link java Downloads કરીને હશે તેના પર click કરો.
  5. Scroll down કરી નીચે આવો તેમાં OS આપેલ હશે તેમાં windows select કરો.
  6. હાલ જ્યારે અમે આ tutorial લખી રહ્યા છીએ ત્યારે Java version 17 અને Java version 18 available છે.
  7. તમારે જે version download કરવું છે તેના પર જઈને windows select કરીને x64 Installer ને download કરો. જે એક .exe ફાઇલ છે.
  8. Link પર જેવી click કરશો તેવું જ download થવાનું શરૂ થઈ જશે.

How to install java? – જાવા ને કઈ રીતે install કરવું?

  1. ડાઉનલોડ કરેલ file ને run કરવા તે file પર double click કરો.
  2. જ્યારે તમે double click કરશો ત્યારે એક pop up screen open થશે જેમાં તમે આ file ને run કરવા માંગો છો તેવું પૂછશે તેમાં run button પર click કરો.
  3. Run પર click કર્યા બાદ installation wizard ની welcome screen open થશે તેમાં next પર click કરો.
  4. Next screen પર optional features select કરવાના છે તેમાં Development Tools ને select કરી next પર click કરો.
  5. જેવુ next પર ક્લિક કરશો ત્યાં જ નવી files copy થવાની શરૂ થઈ જશે.   
  6. Files copy થઈ ગયા બાદ Java file ને install કરવા માટે destination choose કરો અને next પર click કરો.
  7. જો તમે destination change કરવા માંગો છો તો change પર click કરો અને destination change કરી next પર ક્લિક કરો.
  8. જેવું next પર click કરશો તેવું જ installation શરૂ થઈ જશે.
  9. Installation થઈ ગયા બાદ close પર click કરો.

How to set environment variable for windows in Gujarati? – windows માટે એન્વાયરમેન્ટ વેરિએબલ કઈ રીતે set કરવો?

  1. તમે તમારી જાવા ફાઇલ ને જ્યાં install કરી છે તે path ને copy કરો.
  2. હવે, My Computer પર right click કરી properties select કરો.
  3. જો તમે windows10 વાપરો છો તો જમણી બાજુ અને જો windows7 વાપરો છો તો ડાબી બાજુ “Advance System Setting” કરી ને એક option હશે તેના પર click કરો.
  4. હવે, એક નવી pop-up screen open થશે તેમ environment variable button પર click કરો.
  5. તેમાં system variables માં Path નામના variable ને select કરી edit પર ક્લિક કરો.
  6. Edit screen પર new પર click કરી copy કરેલ path ને paste કરો.
  7. જો તમારે edit નથી કરવું અથવા તમારા માં Path નામનો variable નથી બતાવી રહ્યા તો નવો path variable create કરો.
  8. તેના માટે New પર click કરો.
  9. Click કર્યા બાદ એક new pop-up screen ખુલશે તેમાં variable name માં “Path” અને variable value માં copy કરેલ path paste કરો અને ok પર ક્લિક કરો.
  10. આ સાથે તમારો path successfully set થઈ ગયો.

આ પણ વાંચો – What is JDK in Gujarati?

આ પણ વાંચો – What is JRE in Gujarati?

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે જાવા એન્વાયરમેન્ટ સેટઅપ કઈ રીતે કરવું? Java Environment Setup in Gujarati, Java Environment Setup Gujarati, Java Environment Setup, How to install java, How to install java in Gujarati, How to set Environment path, How to install java development kit, How to install JDK.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment