મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Identifiers and Literals in Java, Java Identifiers and Literals, Identifiers and Literal, Identifiers and Literals in Gujarati, Java Identifiers in Gujarati, Java Literals in Gujarati, Rules of Identifiers , Rules of Identifiers in java, Rules of Identifiers in Gujarati, What is Identifiers?, What is literal? Types of literals in java.
જેમ અગાઉ C અને C++ તમે Identifiers તો ભણ્યા જ હશો તેના rules શું છે? આ બધુ પણ શાયદ ખબર જ હશે. અને જો ના ખબર હોય તો આજે આપણે એજ શીખીશું કે Identifiers અને Literals છે શું? તેનો ઉપયોગ આપણા programming માં કેટલો જરૂરી છે તે સમજીશું તો ચાલો મિત્રો વધારે સમય ના જવા દેતા શરૂ કરીએ Identifiers અને literals આપણી સરળ ભાષા ગુજરાતીમાં.
Java Identifiers and Literals – identifier અને Literals એટલે શું?
- મિત્રો તમે જ્યારે જન્મ્યા ત્યારે તમને એક નામ આપવામાં આવ્યું હતું અને આજે એજ નામથી તમને લોકો ઓળખતા અને બોલાવતા હશે. બરોબર ને..?
- હવે, એક મિનિટ માટે વિચારો કે જો તમને તે નામ ના આપવામાં આવ્યું હોત તો? તમારી શું કોઈ ઓળખ હોતી? તો લોકો તમને કઈ રીતે બોલાવતા.. છે ને મજેદાર પ્રશ્ન?
- જેમ real world એટલે કે આપણી આજ દુનીયા માં તમને મને આપણાં બધા ને એક નામ આપ્યું છે તેવી જ રીતે programming માં પણ નામ આપવું જરૂરી છે.
- દરેક Java component ને નામ ની જરૂર પડે છે.
- Classes, methods, interfaces અને variables માટે વપરાતા નામ ને Identifiers કહે છે.
- Identifiers એ characters ની sequence છે, જેમાં uppercase અને lowercase (a-z અને A-Z), digits (0-9), underscore “_” અને dollar sign “$” નો સમાવેશ થાય છે.
- કોઈ પણ નામ કે જેને identification ના purpose થી use કરવામાં આવે તેને Identifiers કહે છે.
Rules of Identifiers – Identifiers ના Rules
- દરેક Identifiers letter (a to z અથવા A-Z) અથવા underscore ( _ ) થી શરૂ થવા જોઈએ.
- First characters પછી, Identifiers પાસે કોઈ પણ characters નું combination હોઈ શકે છે.
- Java માં keywords ને Identifiers તરીકે use કરી શકો નહીં.
- Java માં Identifiers case sensitive હોય છે, જેમ કે maricollege અને MARICOLLEGE આ બે અલગ અલગ Identifiers છે.
- White space એટલે કે blank, tab, newline નો ઉપયોગ કરી શકાય નહીં.
- Reserved words નો Identifiers તરીકે ઉપયોગ કરી શકો નહીં. જાવા માં કુલ 53 reserved words છે જેમ કે, while એક Reserved word છે.
Example:
Valid | Invalid |
Maricollege | 12Maricollege |
Maricollege1 | int |
$maricollege | Mari-college |
_maricollege | Mari college |
Mari_college | -maricollege |
Literals in Java – Literals એટલે શું?
- Literals એ specific constant value અથવા data છે જે variable ને assign થાય છે અને જે program source code માં વપરાય છે જેમ કે, 123, 3.14, ‘a’.
- Literals numerical (integer અથવા floating point), character, boolean અથવા String values ને represent કરે છે.
- બીજા શબ્દો માં કહીએ તો, literals એ Identifiers હોય છે જેની value fix હોય છે અને program ના execution વખતે તેની value બદલાતી નથી.
- જાવા માં literals 5 પ્રકારના છે :
Types of Literals in Java
Integer literal
- Integer Literals એ numbers ની sequence છે જે તેમની વચ્ચે કોઈ પણ decimal point ને contain કરતું નથી.
- આ literals float અને double data type માટે use કરી શકાય નહીં.
Example:
byte b = 100;
short s = 1000;
int i = 50;
long l = 45L;
- ઉપર blue color વાળી દરેક value integer literals છે.
Floating-point literal
- Floating-point Literals તેમની વચ્ચે decimal point ને contain કરે છે.
- By default double data type હોય છે.
- Value ના end માં f લગાવી તમે float data type assign કરી શકો છો.
- Floating-point literals માં exponent એટલે ઘાતાંક part પણ હોઈ શકે છે.
Example:
float f = 25.5f;
double d = 47.55d;
321E-54F //Exponent value
Character literal
- Character literals single quote માં represent થાય છે.
- Character Literals માત્ર એક જ character contain કરે છે.
Example:
char c = ‘A’;
Boolean literal
- Boolean literals પાસે માત્ર બે જ વેલ્યુ હોય છે, true અથવા false.
- તે boolean keyword ની મદદથી declare કરી શકાય છે.
- તે flag variable ને declare કરી looping sequence ને terminate કરવામાં મદદ કરે છે.
Example:
boolean b = true;
String literal
- String એ character નો array છે.
- String literals એક કરતાં વધારે characters ને contain કરે છે.
- જાવામાં string માટે એક special class છે જે user ને easily string ને implement કરવાની મંજૂરી આપે છે.
- String ને “ ” double quote માં લખવામાં આવે છે.
Example:
String s = “maricollege”;
આ પણ વાંચો – User Defined Data Types in Java
આ પણ વાંચો – Primitive Data Types in Java
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Identifiers and Literals in Java, Java Identifiers and Literals, Identifiers and Literal, Identifiers and Literals in Gujarati, Java Identifiers in Gujarati, Java Literals in Gujarati, Rules of Identifiers , Rules of Identifiers in java, Rules of Identifiers in Gujarati, What is Identifiers?, What is literal? Types of literals in java.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.