Java Program Structure in Gujarati – જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર, Java Program Structure, Java Program Structure in Gujarati, Java nu Program Structure, Gujarati Java Program Structure, Program Structure of Java, Structure of Program in Java, Program Structure in Java.

આપણે અગાઉ ના ઘણા Tutorials માં જાવા વિષે ઘણી બધી information લીધી. હવે તમને એવું તો થતું જ હશે કે આ જાવા પ્રોગ્રામ બને છે કઈ રીતે? તેને કેવી રીતે લખવો? તેના ભાગ કયા કયા છે? તેમાં શું હશે? તો simple ભાષા માં કહીએ તો તેનું સ્ટ્રક્ચર શું હશે? તો ચાલો આજે એ જ સ્ટ્રક્ચર ને શીખીએ આપણી જ ભાષા ગુજરાતી માં.

Java Program Structure in Gujarati – જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર

Java Program Structure in Gujarati – જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર

Documentation Section:

  • આ comment lines નો એક set છે જે આપણને  પ્રોગ્રામની details, Authorની details અને બીજી અન્ય details જે Programmer add કરવા માંગે છે તે આપે છે.
  • આમાં આપણે single-line, multi-line અને documentation comment નો ઉપયોગ કરીએ છીએ.
  • Single-line comment આપવા માટે “//” નો, multi-line comment આપવા માટે “/*….*/” નો અને documentation comment માટે “/**….*/” comment નો ઉપયોગ કરીએ છીએ.
  • Documentation comment એ automatically documentation કરવા માટે વપરાય છે.
  • આપણે જે પણ documentation section માં લખીએ તેને compiler Program ના execution વખતે ignore કરે છે એટલે કે આમાં લખેલ કઈ પણ run કરતું નથી.

Example:

Single-line Comment: //maricollege

Multi-line Comment: /* maricollege Author: maricollege.in */

Documentation Comment: /** maricollege */

આ પણ વાંચો – Java Environment Setup in Gujarati

Package Statement:

  • આ Statement એ Program માં optional છે એટલે કે તમે એને add ના કરો તો પણ ચાલે.
  • જાવા Program ના Structure માં allow કરવામાં આવેલ પ્રથમ Statement એ Package Statement છે.
  • Documentation Section પછી આ Statement આવે છે.
  • Package નું નામ declare કરવા માટે આપણે Package keyword નો ઉપયોગ કરીએ છીએ.
  • આ Statement Package ને declare કરે છે અને compiler ને inform કરે છે કે અહી define કરેલ classes એ કોઈ specific Package ના છે.
  • જાવા Program માં માત્ર એક જ Package Statement હોઈ શકે.
  • તે કોઈ પણ class અને interface declaration પેહલા define થાય છે.

Example: Package maricollege;

Import Statement:

  • આ Statement પણ optional છે.
  • Import Statement માં class ને import કરવા માટે આપણે import keyword નો ઉપયોગ કરીએ છીએ.
  • આ Statement Package Statement ની પછી લખવામાં આવે છે.
  • Import Statement નો ઉપયોગ કરી આપણે બીજા નામના Packages ના તે part ને classes માં accept કરી શકીએ છીએ.
  • આ C માં આવેલ #include Statement જેવુ જ છે.
  • જો આપણે કોઈ particular Package નો class use કરવા માંગતા હોઈએ તો તે class ને import કરવો પડે.
  • Import Statement એ બીજા પેકેજ માં store કરેલ class ને represent કરે છે.
  • જાવા Program માં આપણે multiple import Statement એટલે કે એક થી વધારે import Statement નો ઉપયોગ કરી શકીએ છીએ.

Example: import java.util.*; //java.util Package ના બધા ક્લાસ ને import કરશે.

Example: import maricollege.java;

  • ઉપરોક્ત example માં import Statement interpreter ને instruct કરે છે કે maricollege Package ના java class ને load કરવો. 

Interface Statement:

  • આ પણ optional Statement છે.
  • Interface એ class જેવુ છે પણ તે method ના group ને declare કરે છે.
  • આનો ઉપયોગ પ્રોગ્રામ માં જ્યારે multiple inheritance નો ઉપયોગ કરીએ ત્યારે જ થાય છે.
  • Interface Statement નો ઉપયોગ કરવા આપણે interface keyword વાપરીએ છીએ.
  • આપણે implements keyword ની મદદથી class માં interface નો ઉપયોગ કરીએ છીએ.
  • આનો instance એટલે કે object બની શકે નહીં.
  • Extends keyword નો ઉપયોગ કરી આપણે એક interface સાથે બીજા ઘણા interface નો ઉપયોગ કરી શકીએ છીએ.

Example:

interface maricollege

{

            void start();

}

Class Definition:

  • આ પણ optional છે.
  • Class ને define કરવા class keyword નો ઉપયોગ થાય છે.
  • આ જાવા Program નો મહત્વ નો part છે. 
  • જાવા Program multiple class definition ને contain કરી શકે છે.
  • Classes એ જાવા પ્રોગ્રામના primary અને essential element છે.
  • આ classes નો ઉપયોગ real world Programs ના object ને map કરવા માટે થાય છે.
  • Classes વગર આપણે કોઈ પણ java Program બનાવી શકીએ નહી.
  • Class એ જાવા Program નો blueprint છે.
  • Example: public class maricollege{}

Main Method:

  • Main Method એ જાવા Program નો starting point છે.
  • જાવા Program માં main method સાથે એક class હોવો જરૂરી છે.
  • Simple java Program માં માત્ર main method જ હોય છે.
  • દરેક જાવા Program માટે આ method ખૂબ જ જરૂરી છે.
  • આ method class ની અંદર હોવી જોઈએ.
  • Main method ની અંદર આપણે object ને create અને method ને call કરી શકીએ.

Example:

 public class maricollege //class definition

{

            Public static void main(String args[])

            {

                        //statements here

            }

}

Example Program:

 public class MariCollege

{

        public static void main(String args[]) {

                System.out.println(“Welcome to Mari College..!!”);

        }

}

Output: Welcome to Mari College..!!

આ પણ વાંચો – What is Bytecode in Gujarati?

આ પણ વાંચો – What is JDK in Gujarati?

આ પણ વાંચો – What is JRE in Gujarati?

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે જાવા પ્રોગ્રામ સ્ટ્રક્ચર, Java Program Structure, Java Program Structure in Gujarati, Java nu Program Structure, Gujarati Java Program Structure, Structure of Program in Java, Program Structure of Java, Program Structure in Java.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment