મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Jump statements in java. હવે, તમે C, C++ માં break, continue, return અને exit જેવા concepts જોયા હશે.આજે આપણે એજ concepts Java માં જોવાના છીએ. તો ચાલો હવે આપણે શરૂ કરીએ Jump statements in Java.
Jump statements in Java
- Java માં 4 jump statements છે
- Break
- Continue
- Return
- Exit
Break
- break keyword નો ઉપયોગ આખી loop ને stop કરવા માટે થાય છે.
- break keyword loop અથવા switch statement ની અંદર જ use થાય છે.
- જો condition true હશે તો પણ break statement થી loop તરત જ stop થઈ જશે.
Example
for(int i=1;i<=10;i++)
{
if(i==7)
{
break;
}
System.out.println(i);
}
Output
1 2 3 4 5 6
Continue
- જ્યારે આપણે loop ની body માં અમુક statements ને skip કરી next iteration માટે loop ને continue રાખવી હોય ત્યારે આપણે આ statement નો use કરશું.
Example
for(int i=1;i<=10;i++)
{
if(i==7)
{
continue;
}
System.out.println(i);
}
Output
1 2 3 4 5 6 8 9 10
Return
- આ keyword નો use method ના execution ને પૂરું કરવા થાય છે.
- આ statement method માંથી explicitly return કરે છે.
- તે method ના caller ને program નો control transfer કરે છે.
- તે તરત જ જે method નું execution થઈ ગયું હશે તેને terminate કરી દેશે.
Example
public static void main(String args[])
{
int a=40; b=2, c;
c=add(a,b);
System.out.println(“Add : ”+c);
}
public static int add(int x,int y)
{
return x+y;
}
Exit
- System.exit() method currently run થતાં java program ને terminate કરે છે.
Example
for(int i=1;i<=10;i++)
{
if(i==7)
{
System.exit(0);
}
System.out.println(i);
}
આ પણ વાંચો – Decision Making Statements in Java
આ પણ વાંચો – Iteration statements in java | Loops in Java
આ પણ વાંચો – Math Functions in Java
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું શીખીશું Jump statements in Java.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.