Math Functions in Java

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Math Functions in Java, Mathematical function in Java, Java Math class, Java Math Methods. હવે, Math માં તમે વર્ગમૂલ find કરવાના, વર્ગ find કરવાના, minimum number અને maximum number find કરવાના દાખલા જોયા હશે. તે જ દાખલાઓ માટે જાવા માં functions આવેલા છે જેને આપણે Math Functions કહીએ છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો Topic Math Functions.

Java માં built in Mathematical Functions આવેલા છે. જે java.lang.math package માં આવેલા છે.

Math Functions in Java

  • abs()
  • round()
  • ceil()
  • floor()
  • min()
  • max()
  • sqrt()
  • pow()
  • cos()

abs()

  • Absolute value find કરવા માટે abs() function નો use થાય છે.

Example

System.out.println(Math.abs(-10)); //10

round()

  • આ function float value ની સૌથી નજીક ની integer value આપે છે, એટલે કે return કરે છે.

Example

System.out.println(Math.round(13.2)); // 13
System.out.println(Math.round(13.5)); // 14

ceil()

  • આ function enter કરેલ number કરતાં મોટો અથવા તેના બરાબરનો સૌથી નાની integer value return કરે છે.

Example

System.out.println(Math.ceil(13.2)); //14

floor()

  • આ function enter કરેલ number કરતાં નાની અથવા તેના બરાબરનો સૌથી મોટી integer value return કરે છે.

Example

System.out.println(Math.floor(13.2)); //13

min()

  • આ function બે values માંથી નાની value return કરે છે.

Example

System.out.println(Math.min(50,20)); //20

max()

  • આ function બે values માંથી મોટી value return કરે છે.

Example

System.out.println(Math.max(50,20)); //50

sqrt()

  • આ function આપેલ number નું square root એટલે કે વર્ગમૂળ આપે છે.

Example

System.out.println(Math.sqrt(4)); //2

pow()

  • આ function આપેલ value નો power કરી answer આપે છે.
  • હવે, તેમાં પહલી value એ number જેનો power શોધવો છે અને બીજી value એ જેટલો power કરવો હોય તે number.

Example

System.out.println(Math.pow(3,2)); // 32 = 9

cos()

  • આ function ત્રિકોણમિતિ ના cosine ના angle return કરે છે જે sine ની જેવા જ હોય છે.

Example

System.out.println(Math.cos(0)); //1

આ પણ વાંચો – Operators in Java

આ પણ વાંચો – String vs StringBuffer

આ પણ વાંચો – StringBuffer class in Java

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Math Functions in Java, Mathematical function in Java, Java Math class, Java Math Methods.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment