મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું StringBuffer Class in Java, StringBuffer in Java, What is mutable string. અગાઉના Tutorial માં તમે string handling વિષે જોયું. String class એ immutable string છે. હવે immutable string આવેતો એવો પ્રશ્ન તો થાયજ કે mutable string શું હશે? તો મિત્રો આજે આપણે What is mutable string અને StringBuffer Class in Java જોઈશું.
What is mutable string?
- String જે modify કે change થઈ શકે તેને mutable string કહે છે.
- Mutable string બનાવવા માટે StringBuffer અને string builder classes નો ઉપયોગ થાય છે.
StringBuffer class in Java
- StringBuffer class નો ઉપયોગ mutable string ને create કરવા માટે થાય છે.
- StringBuffer class એ string ના સમાન છે સિવાય કે તે mutable છે. i.e. તે change થઈ શકે છે.
Constructor of StringBuffer class
Commonly વપરાતા StringBuffer class ના Constructors નીચે મુજબ છે.
StringBuffer()
16 capacity સાથે ખાલી StringBuffer create કરે છે.
StringBuffer(String str)
Specified string સાથે StringBuffer create કરે છે.
StringBuffer(int capacity)
Length તરીકે capacity ને specify કરીને ખાલી StringBuffer create કરે છે.
StringBuffer methods
Methods | Use |
toString() | આ StringBuffer પરથી string create કરે છે. |
length() | StringBuffer માં રહેલ characters નો number return કરે છે. |
capacity() | Allocate કરેલ space નો number return કરે છે. |
ensureCapacity() | StringBuffer ઓછામાં ઓછી ઇચ્છિત number ની space ધરાવે તે ensure કરે છે. |
setLength() | પાછલા character ને કાપે છે એટલે કે truncate કરે છે અથવા વિસ્તૃત એટલે કે expand કરે છે. |
charAt() | Buffer માં તે location char return કરે છે. |
setCharAt() | તે location ની value ને modify કરે છે. |
getChars() | External array માં chars ને copy કરે છે. string ની જેમ અહી કોઈ getBytes() નથી. |
Append() | Argument string માં convert થાય છે અને જો જરૂરી હોય તો buffer ને વધારીને current buffer ના end માં જોડવામાં આવે છે. |
insert() | બીજી argument ને string માં convert કરવામાં આવે છે અને current buffer માં insert કરવામાં આવે છે જે set ના set થી શરૂ થાય છે. જો જરૂરી હોય તો buffer ની size વધારવામાં આવે છે. |
reverse() | Buffer ની અંદર આવેલ characters નો order reverse થઈ જાય છે. |
Example
StringBuffer sb = new StringBuffer(“Maricollege”);
System.out.println(sb.length()); //11
આ પણ વાંચો – String Handling in Java
આ પણ વાંચો – Multi Dimensional Arrays in Java
આ પણ વાંચો – Array in Java – One Dimensional Array
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે StringBuffer Class in Java, StringBuffer in Java, What is mutable string.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.