Types of Active Attacks

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું કે Active Attacks ના પ્રકારો. (Types of Active Attacks, Different Active Attacks, Active Attacks in Network Security, Active Attacks in Gujarati, Masquerade, Modification of Messages, Repudiation, Denial of Service, DoS Attack).

મિત્રો, અગાઉ ના Tutorial માં આપણે જોયું હતું કે What is Active Attack અને What is Passive Attack. હવે તેના related આપણે આ Tutorial માં જોઈશું Active Attacks ના પ્રકાર, તો ચાલો મિત્રો શરૂ કરીએ.

Types of Active Attacks – Active Attacks ના પ્રકાર

  1. Masquerade (દેખાવ કરવો)
  2. Modification of Messages (Message માં Modification કરવા)
  3. Repudiation
  4. Replay
  5. Denial of Service (DoS)

Masquerade (દેખાવ કરવો)

  • આ પ્રકાર ના attack માં attacker પોતા ની identity છુપાવી ને કોઈ બીજો વ્યક્તિ એટલેકે sender અથવા receiver હોય તેવો ઢોંગ(નાટક) અથવા દેખાવ કરે છે.
  • અહી attacker તે Masquerade તરીકે ઓળખાય છે કારણકે તેના પાસે authorized user નું માસ્ક છે.
  • અહી Attacker લીગલ user નો user id અને password મેળવીને authorized(ઓથોરાઈઝ્ડ) user તરીકે login કરિશકે છે.  
  •  નીચે આપેલા ઉદાહરણ BOB, LILY હોવાનો ઢોંગ(નાટક) અથવા દેખાવ કરે છે.
Types of Active Attacks

Modification of Messages (Message માં Modification કરવા)

  • આ પ્રકાર ના attack માં message ના કોઈ ભાગ(portion) ને બદલવા(change) અથવા message ને rearrange કરી ને message માં unauthorized(અનઓથોરાઇઝડ) બદલાવ(changes) કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે એક message છે જેમાં એકાઉન્ટ નંબર આપેલ છે, જેમાં ₹10000 આપવાના છે. Modification ઓફ messages માં attacker ધ્વારા એકાઉન્ટ નંબર ને બદલી ને message ને send કરવામાં આવે છે. હવે જે message નો receiver છે તે નવા એકાઉન્ટ નંબર પર ₹10000 ટ્રાન્સ્ફ્ર કરી દેશે. આવી રીતે attacker ધ્વારા ખબર પાડ્યા વગર ₹10000  ચોરી કરી લીધા.
Modification of Messages

Repudiation

  • આ એક એવા પ્રકાર નો attack છે જે sender અથવા receiver ધ્વારા કરવામાં આવે છે.
  • આમાં sender અથવા receiver પછીથી deny કરીશકે કે તેમણે message send કે receive કર્યો હતો.
  • ઉદાહરણ તરીકે, customer તેની બેંકને “કોઈને પૈસા ટ્રાન્સફર કરવા” કહે છે અને પછીથી મોકલનાર (ગ્રાહક) એ નકારે છે એટલે કે deny કરે છે કે તેણે આવી request કરી હતી. આ repudiation છે. 

Replay or Message Replay

  • આમાં attacker unauthorized(અનઓથોરાઇઝડ) વ્યક્તિ ધ્વારા કોઈ message ને capture અથવા save કરી લેવામાં આવે છે.
  • અને તે message ના content નો use કરીને નવો message બનાવી ને પછી ફરીથી મોકલી શકે છે
  • જેના થી એવું લાગે કે message Same authorized(ઓથોરાઇઝ) user ધ્વારા મોલકલવામાં આવ્યો છે.
Replay or Message Replay

Denial of Service (DoS)

  • આ attack માં સંચાર સુવિધાઓ (communication services) ના સામાન્ય use (normal use) ને રોકે છે.
  • આ attack માં specific target હોઇ શકે છે.
  • ઉદાહરણ તરિકે attacker ધ્વારા કોઈ એક particular destination (particular લોકેશન) પર જતાં બધા messages ને રોકીદેવામાં આવે છે. આમ કોઈ નેટવર્ક ને interrupt (અવરોધ) કરવાનો પણ સમાવેશ છે જેના માટે તે નેટવર્ક ને સંપૂર્ણ રીતે રોકી(disable) કરી દેવું ક્યાતો નેટવર્ક ને messages અથવા false requests થી overload (લોવેલોડ) કરી દેવા નો સમાવેશ થાય છે જેનાથી system નું  performance(પર્ફોમન્સ) ધીમું થઈ જાય છે.
  • મિત્રો DOS attack વિષે વધુ જાણકારી માટે તમે what is Denial of Service (DoS) attack વાળું Article તમે વાંચી શકો છો.
Denial of Service (DoS)

આ પણ વાંચો – Types of Passive Attacks

આ પણ વાંચો – Active and Passive Attacks

આ પણ વાંચો – What is CIA?

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Active Attacks ના પ્રકારો. (Types of Active Attacks, Different Active Attacks, Active Attacks in Network Security, Active Attacks in Gujarati, Masquerade, Modification of Messages, Repudiation, Denial of Service, DoS Attack).

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment