Variables and Constants in Java

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Variables and Constants in Java, Variable in Java, Declaration of variable in Java, Constant in Java, Declaration of Constant in Java, Variables and constants in Gujarati, Constants in Gujarati, Variable in Gujarati, Variable નું declaration.

જેમ અગાઉ C અને C++ તમે Variables અને Constant ભણ્યા હશો. તમને ખ્યાલ હશે કે variable શું છે? તેને કેવી રીતે Declare કરવું? Constant શું છે? આજે આપણે એજ topic થોડી વધારે information અને knowledge સાથે ભણીશું. તો ચાલો શરૂ કરીએ Constants અને Variables ની થોડી વાતચીત આપણી જ ભાષા ગુજરાતી માં.

Variables and Constants in Java

Variables and Constants in Java

Variable in Java – Variable એટલે શું?

  • Computer program એ data પર process કરે છે.
  • હવે, જે data ની process થતી હોય તે data ને કશે store તો કરવો પડે ને right?
  • હા! તે data ને આપણે variable માં store કરીએ છીએ.
  • આપણે આ stored value ને change કરી શકીએ છીએ.
  • Variable ને તમે નામ આપી શકો છો જેમ કે area શોધવો હોય તો area નામનો variable.
  • જેમ college માં તમને uniquely identify કરવા, ઓળખવા માટે તમને enrollment number આપવામાં આવે છે તેમ જ variable ને પણ uniquely identify કરવા માટે તેને આપણે નામ આપીએ છીએ.
  • Variable એ reserved memory locations ના નામ છે કારણકે જ્યારે આપણે variable ને કઈક store કરવા માટે declare કરીએ ત્યારે તે memory ની થોડીક space ને reserve કરે છે.
  • Variable identifier, type અને optional Initialization ના combination દ્વારા define થાય છે.
  • દરેક variable ને scope હોય છે જે તેમની visibility અને lifetime ને define કરે છે.
  • Variable ના scope વિષે આપણે હવે પછીના Tutorial માં જોઈશું.

Declaration of variable in Java – Variable નું declaration

  • Variable એટલે શું તે તો સમજી લીધું પણ હવે તેને declare કરતાં પણ સીખવું પડશે ને
  • તો ચાલો શીખીએ declaration of variable.
  • Java માં variable ને use કરતાં પેહલા તેને declare કરવું પડે છે.

Syntax:

Data_type identifier = value, identifier=value......, identifier = value;
  • Variable ને સૌપ્રથમ data type આપો.
  • અહીં, identifier એ variable નું નામ છે.
  • Variable ને value આપવા નામ પછી equal to [=] ચિહ્ન નો use થાય છે.
  • તમે એક જ data type માં એક થી વધારે Variables declare કરી શકો છો.

Examples:

int a;
int a,b,c;
int a=17;
int a=10, b=20;
int a=1, b=2, c=3;

Constant in Java – Constant એટલે શું?

  • તમે બધા એ C  અને C++ માં area of circle નો પ્રોગ્રામ બનાવ્યો હશે. તેમાં અમુક વાર તમે pi ની value ને const keyword નો use કરી નીચે મુજબ લખતા હશો:

Example: const float pi = 3.14;

  • ઉપર મુજબ હવે પ્રોગ્રામ માં pi ની value બદલાશે નહીં.
  • તેમજ અહી java માં આપણે const keyword ના બદલે final keyword નો ઉપયોગ કરીએ છીએ.
  • Constant value ને તમે program execution દરમ્યાન change કરી શકો નહીં.
  • જો તમે તેને change કરવાનો try કરો તો તે તમને compile time એ error આપશે.
  • Constant ને આપણે normally uppercase માં લખીએ છીએ.
  • Constant નો use કરી આપણે program ને સરળતાથી વાંચી અને સમજી શકાય તેવો બનાવી શકીએ છીએ.   

Declaration of Constant in Java – Constant નું declaration

Syntax:

final data_type identifier = constant;
  • સૌપ્રથમ final keyword લખો.
  • ત્યારબાદ data type લખવી.
  • અહી પણ identifier એ constant નું name છે.

Examples:

final double PI = 3.14;
final int V1 = 2;

આ પણ વાંચો – Java Identifiers and Literals (With Examples)

આ પણ વાંચો – User Defined Data Types in Java

આ પણ વાંચો – Primitive Data Types in Java

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Variables and Constants in Java, Variable in Java, Declaration of variable in Java, Constant in Java, Declaration of Constant in Java, Variables and constants in Gujarati, Constants in Gujarati, Variable in Gujarati, Variable નું declaration.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment