મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું બાઈટકોડ શું છે? What is Bytecode, Bytecode in Gujarati, What is Bytecode in Gujarati, Java Bytecode, and Bytecode in Java.
આપણે અગાઉ ના Tutorial માં Java Development Kit[JDK] જોયું. હવે તેમાં અને અગાઉ ના ઘણા Tutorials માં તમે bytecode શબ્દ જોયો હશે શાયદ ઘણા Tutorials માં તેનું થોડું working અને meaning પણ જોયો જ હશે તો થોડો idea તો આવી જ ગયો હશે તો ચાલો આજે એ થોડા idea ને પૂરેપૂરી રીતે ખૂબ જ સરળ ભાષા માં સમજીએ.
What is bytecode in Gujarati? – બાઈટકોડ શું છે?
- Bytecode એ intermediate machine independent code છે.
- જાવા code ને compile કરવાથી bytecode બને છે જેને આપણે .class ફાઇલ કહીએ છીએ.
- આ JVM માટે instructions નો એક સેટ છે.
- આ c++ માં assembler જેવુ જ કાર્ય કરે છે.
- સામાન્ય રીતે, bytecode એક એવો code છે જે low level અને high level language ની વચ્ચે હોય છે.
- Java runtime environment પર કોડ ને run કરવા માટે bytecode ને બનાવમાં આવ્યો છે.
- Processor દ્વારા bytecode ને process કરવામાં આવતો નથી, તે java virtual machine દ્વારા process થાય છે.
- Bytecode JVM પર run થાય છે અને JVM જ તેના માટે interpreter નું કાર્ય કરે છે જે પ્રત્યેક java code ને bytecode માં convert કરી તેને કોઈ પણ પ્રકાર ના environment માં run કરવા માટે platform independent બનાવે છે.
- જુદા-જુદા પ્રકારના bytecode અલગ અલગ syntax નો ઉપયોગ કરે છે જેને virtual machine દ્વારા read અને execute કરવામાં આવે છે.
- Java bytecode instructions ના examples નીચે આપેલ છે:
- new[નવો object create કરવા]
- aload_0[refernce load કરવા]
- istore[integer value add કરવા]
- ladd[long value add કરવા]
- swap[બે values ને swap કરવા]
- areturn[function માંથી value return કરવા]
- તમે direct bytecode લખી શકો છો પરંતુ તે લખવો ખૂબ જ કઠિન છે.
- આથી bytecode file એટલે કે .class file javac compiler ની મદદથી source code માંથી બનાવવામાં આવે છે.
- Intermediate code windows, macOS અને Linux જેવા કોઈ પણ platform પર રન થઈ શકે છે.
આ પણ વાંચો – What is JDK in Gujarati?
How Bytecode works in Gujarati? – બાઈટકોડ કઈ રીતે કામ કરે છે?
- જ્યારે આપણે જાવા માં લખેલ program ને execute કરીએ છીએ ત્યારે સૌપ્રથમ compiler તેને compile કરે છે.
- આ compile થયેલ code એ આપણો bytecode એટલે કે .class file.
- આ bytecode નો ઉપયોગ આપણે કોઈ પણ platform પર run કરી શકીએ છીએ કારણકે તે platform independent છે.
- આ bytecode ને બીજા કોઈ પણ platform પર execute થવા જે resources ની જરૂર પડે છે તે resources તેને JVM આપે છે અને JVM તે resources ને execute પણ કરે છે.
Bytecode vs Assembly language in Gujarati
- Bytecode assembly language ના સમાન જ છે કારણકે તે high level language નથી.
- પરંતુ machine language ના opposite આ હાલ થોડા હદ સુધી readable એટલે કે વાંચી શકાય તેવી છે.
- બંને ને intermediate languages કહી શકાય છે જે source code અને machine code ની વચ્ચે આવેલ છે.
- બંને વચ્ચે નો main તફાવત એ છે કે bytecode JVM માટે બને છે જ્યારે assembly language CPU માટે બને છે.
આ પણ વાંચો – What is JRE in Gujarati?
Advantages of Bytecode in Gujarati – બાઈટકોડ ના ફાયદાઓ
- તે code ને platform independent બનાવે છે.
- Bytecode એ non-runnable code છે જે interpreter એટલે કે JVM ની availability પર આધાર રાખે છે. સરળ ભાષા માં કહીએ તો જો JVM હોય તો જ bytecode execute થાય.
- તે એક machine level code છે જે JVM પર run થાય છે.
- તે java ને “Write Once,Run Anywhere” કહાવત થી flexible અને portable બનાવે છે.
- તે low cost પર high return કરે છે.
Disadvantages of Bytecode in Gujarati – બાઈટકોડ ના ગેરફાયદાઓ
- જો machine code machine specific હોય તો bytecode ને run થવામાં વધુ સમય લાગે છે.
- Platform dependent features પર bytecode ને run કરવું મુશ્કેલ છે.
- Bytecode run કરવા માટે java interpreter ને એટલે કે JDK ને install કરવું જરૂરી છે.
- JDK વિના bytecode run થશે નહીં.
આ પણ વાંચો – What is JVM in Gujarati?
આ પણ વાંચો – Architecture of JVM Gujarati
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે બાઈટકોડ શું છે? What is Bytecode, Bytecode in Gujarati, What is Bytecode in Gujarati, Java Bytecode, and Bytecode in Java.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.