What is CIA (confidentiality, Integrity, Availability) | what is Security Basics (CIA) | CIA શું છે?

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું કે CIA શું છે? What is CIA? (Confidentiality, Integrity, Availability), what is Security Basics (CIA), (CIA in Gujarati), CIA in CNS, CIA in network security.

આપણે અગાઉ ના Tutorial માં જોયું કે What is Avenues of Attack એટલે કે એવેન્યૂ ઓફ એટેક શું છે? અને હવે આપડે શીખીશું કે CIA શું છે? તો ચાલો મિત્રો આજે આ Tutorial માં What is CIA (confidentiality, Integrity, Availability) ને ખૂબજ સરળ રીતે સમજીએ.

What is CIA (confidentiality, Integrity, Availability) | what is Security Basics (CIA) | CIA શું છે?

What is CIA (confidentiality, Integrity, Availability) | what is Security Basics (CIA) | CIA શું છે?

  • આ ત્રણ એવા પોઈન્ટ છે જેને કોઈપણ નેટવર્ક ને સૂરક્ષિત કરતાં સમએ મગજ માં યાદ રાખવાની જરૂરત છે.

Confidentiality (ગુપ્તતા)

  • Confidentiality નો અર્થ એ થાય છે ટ્રાન્સફર થતો ડેટા તે અનઅધિકૃત (unauthorized) એક્સેસ થી સુરક્ષિત (Protected) રહેસે. એટલેકે ખાલી એજ લોકો અથવા સિસ્ટમ કોઈ ખાસ માહિતી અથવા સૂચના ને દેખી શકે કે જેમને પહેલાથી તે માહિતી ને જોઈ શકવાનો અધિકાર હોય. પરંતુ નેટવર્ક માં મોકલવામાં આવતા data ને કોઈ અન્ય વ્યક્તિ કે જેને તે data ને access(એક્સેસ) કરવાની મંજૂરી નથી તેવો વ્યક્તિ તે data ને access(એક્સેસ) કરી શકવો ના જોઇયે.
  • તેનો અર્થ એપણ થાય કે ખાલી મોકલનાર(sender) અને પ્રાપ્તકરનાર(receiver) જ તે ડેટા ને એકક્સેસ કરતાં હોવા જોઇયે.
  • આજકાલ ના સમય માં ઇન્ટરનેટ પર રહેલા વિવિધ ટૂલ્સ ની મદદ થી data ને કેપ્ચર કરવાનો પ્રયાસ કરી શકે છે. અને તમારી માહિતી (information) ને access કરી શકે છે.
  • આ બધા થી બચવાનો સૌથી સારો ઉપાય એ છે કે તમારા data ને સુરક્ષિત રાખવા માટે Encryption (એન્ક્રિપ્શન) પદ્ધતિ નો ઉપયોગ કરવો જોઇયે. આનાથી ફાયદો એ થાય કે કોઈ attacker જો તમારા data ને મેળવી પણ લે તો તે data ને તે access કરી શકસે નહીં.
  • Confidentiality નું બીજું પાસું ટ્રાફિક પ્રવાહ નું રક્ષ્ણ (protection of traffic flow) પણ છે.
  • તમારા data ને સુરક્ષિત રાખવાની બીજી રીત એ છે કે તમે VPN ટર્નલ નો ઉપયોગ કરો. VPN એટલે Virtual Private Network (વર્ચુયલ પ્રાઇવેટ નેટવર્ક) જે તમારા ડેટાને નેટવર્ક પર સુરક્ષિત રાખે છે.
  • Data Confidentiality ને મેઈનટેન કરવા માટે, પ્રથમ જરૂરિયાત: સ્ટ્રિક્ટ ઓથેંટિકેશન, બીજી જરૂરિયાત: user નો સ્ટ્રિક્ટ એક્સેસ કંટ્રોલ, ત્રીજી જરૂરીયાત: ડેટા ના એન્ક્રિપ્શન ની ખાત્રિ કરો.  

Integrity (અખંડિતતા)

  • ઇન્ટીગ્રીટી (integrity) નો અર્થ એ થાય છે કે મોકલેલા (send) કરેલા data અને બીજી બાજુ મેળવેલા (receive) data બે એક સરખા છે કે નહીં. એટલેકે Transfer થ્યેલા data માં કઈ મોડીફીકેશન અથવા કઈ ચેંજીસ તો નથી થયાને. Data corrupt થવા એનો અર્થ એથાય છે કે ડેટા ની ઇન્ટીગ્રીટી (integrity) ને જાળવી રાખવામા આપણે સફળ નથી થયા.
  • Transfer થતો ડેટા ફક્ત ઓથોરાઇઝ વ્યક્તિઓ થીજ એક્સેસ થતો હોવો જોઇયે. ઓથોરાઇઝ (Authorized) વ્યક્તિ ના મળીજાય ત્યાં સુધી data માં કોઈ ચેંજીસ કરિશકે નહી. જેથી તેમાં કોઈ મોડીફીકેશન ના કરી શકે. મોડીફીકેશન માં ડેટા ને ચેન્જ કરવું, ડિલીટ કરવું, કઈ writing એડ કરવા, વગેરે જેવા નો સમાવેશ થાય છે.
  • ડેટા ની ઇન્ટીગ્રીટી (integrity) જળવાએલી છે કે નહીં તે ચેક કરવા માટે અહી હૈશ ફંક્શન નો ઉપયોગ કરવામાં આવે છે.

Availability (ઉપલબ્ધતા)

  • રિસોર્સ દરેક સમયે ઓથોરાઇઝ (Authorized) વ્યક્તિ માટે હાજર હોવો જોઇયે.
  • તે અમુક પરિસ્થિતિ માં ઉપલબ્ધ થઈ શક્તુ નથી જેમકે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ (ઉદાહરણ: હાર્ડડિસ્ક ક્રેશ થઈજવી , OS કરપ્ટ થઈજાય, સિસ્ટમ સોર્ટ થાય તે, વગેરે.. ), કુદરતી આફત્તિઓ (ઉદાહરણ: ભૂકંપ, ત્સુનામી, આગલાગવી, જ્વાળામુખી ફાટવો,વગેરે.. ) અથવા માનવ કારણો ધ્વારા(ઉદાહરણ: ડેટા ની ચોરી થવી, દુશમમનો દ્વારા ડેટા ને સંતાડી દેવા, વગેરે..).
  • ડેટા Availability જાળવવા માટે load balancing(લોડ બેલેન્સિંગ), ઝડપી બેકઅપ અને ડેટા ફરીથી રિસ્ટોર થવો જોઈએ.
  • આ સર્વિસ તે DOS (denial-of-service) attack સામે સુરક્ષા(સિક્યુરિટી) આપે છે.  
  • આનો અસર કંપનીઓ પર બૌ મહત્વપૂર્ણ હોય છે. જેથી કરી ને આવા attack ને રોકવાનો ઉપાય પહેલાથીજ તૈયાર કરીને રાખવો જોઇયે.

આ પણ વાંચો – What is Avenues of Attack

આ પણ વાંચો – What is Information Warfare?

આ પણ વાંચો – What is Terrorist in Gujarati?

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે CIA શું છે? What is CIA? (Confidentiality, Integrity, Availability), what is Security Basics, (CIA in Gujarati), CIA in CNS, CIA in network security.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment