હેલ્લો દોસ્તો! આજે આપડે શીખીશું What is Computer Virus in Gujarati (કોમ્પ્યુટર વાયરસ શુ છે) અને Explain Types of Virus in Gujarati (વાયરસ ના પ્રકાર સમજાઓ). અને આ Tutorial બહુ સરળ ભાષા માં લખેલું છે. એટ્લે કે આ Tutorial માં તમને કોમ્પ્યુટર વાયરસ શુ છે અને તેના પ્રકાર સરળતાથી સમજાઈ જશે. તો ચાલો મિત્રો શરું કરીએ.
What is Computer Virus in Gujarati – કોમ્પ્યુટર વાયરસ શુ છે?
- કોમ્પ્યુટર Virus એ એક પ્રકાર નો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે કોમ્પુટર માં રહેલા Data અને Files ને નુકસાન પહોચાડે છે.
- સૌ પ્રથમ કોમ્પ્યુટર Virus ને 1971 માં Robert Thomas એ વિકસિત કર્યો હતો. જેનું નામ Creeper હતું.
- કોમ્પ્યુટર Virus નું મુખ્ય(Main) કામ કોમ્પ્યુટર ની કર્ય ક્ષમતા ને ધીમી(Slow) કરવાનું છે.
- તે સામાન્યરીતે એક્સિક્યુટેબલ ફાઇલ્સ(Executable files) જેમકે (.exe) ફાઇલ્સ સાથે જોડાયેલ હોય છે અને જ્યારે યુઝર(User) તે Executable file ને રન(run) કરે ત્યારે તે સિસ્ટમ માં ફેલાય છે.
- તે એક પ્રકાર નું માલવેર(Malware) છે એટ્લે કે દૂષિત સોફ્ટવેર(malicious software) છે.
- VIRUS નું પૂરું નામ Vital Information Resources under Siege (વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સેજ અંડર સિજ) થાય છે.
- Virus નું કામ કોમ્પ્યુટર ના data ને ચોરી કરવા, data ને નુકસાન પહોચાડવું, data કે software ને ક્રેશ કરવા અને data ને modify કરવાનું હોય છે. તેમાં DOS એટેક પણ થઈશકે છે.
- Virus એ એક કોમ્પ્યુટર માથી બીજા કોમ્પ્યુટર માં ફેલાય છે અને દરેક માં infections છોડતું જાય છે.
- Virus એ એક system માથી બીજા system માં infect થએલા email, pan-drive જેવા device નો ઉપયોગ કરવાથી ફેલાય છે.
- તેઓ memory ને infected કરી સકે છે જેમ કે floppy disk, hard disk જેવા સ્ટોરેજ ડિવાઇસિસ.
- Virus એ સ્વતંત્ર પ્રોગ્રામ નથી તે host program પર આધાર રાખે છે. Virus ને ફેલાવવા માટે host ની જરૂર છે.
- હાલના સમય માં કેટલાક Antivirus software Available છે. જેનાથી આપડે આપડા ડિવાઇસ અથવા કોમ્પ્યુટર ને Virus થી સુરક્ષિત રાખીશકિયે છીએ.
- કેટલાક જાણીતાં Antivirus સોફ્ટવેર(Software):- McAfee, Avast, Quick Heal, વગેરે.
Types of Computer Virus in Gujarati – કોમ્પ્યુટર વાયરસ ના પ્રકાર ગુજરાતીમાં
Boot sector Virus (બુટ સેક્ટર વાયરસ)
- જ્યારે કોમ્પ્યુટર ને Boot કરવામાં આવે ત્યારે આ Virus કોમ્પ્યુટર માં ફેલાય છે. આ Virus ને બીજા Boot infector, MBR એન DBR Virus ના નામ થી પણ ઓળખાય છે.
- આ Virus computer ના એ ભાગ માં નુકસાન પાહૂચાંડે છે જ્યાં OS(Operating System) ની મહત્વ પૂર્ણ માહિતી(information) રહેલી હોય છે. સરળ ભાષા માં કહી એ તો Boot sector Virusઓપરેટિંગ સિસ્ટમ વાળા ભાગ માં નુકસાન પહુચાડે છે.
- આ Virus corrupt થએલી media file, ઇનફેક્ટ થએલ સ્ટોરેજ device અને અસૂરક્ક્ષીત ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટર માં પ્રવેશ કરે છે.
- Examples: Form, Disk Killer, Stone Virus, Polyboot.B
Web scripting Virus (વેબ સ્ક્રિપ્ટીંગ વાયરસ)
- વેબ સ્ક્રિપ્ટીંગ વાયરસ એક પ્રકારનું Malware છે જે વેબ બ્રાઉજર ને નુકસાન પહુચાડે છે.
- આ વાયરસ કોમ્પ્યુટર માં હાજર રહેલી માહિતી ને નુકસાન પહોચાડી શકે છે. સિસ્ટમ માં હાજર data ને ચોરી કરી શકે છે અન સિસ્ટમ ની કામ કરવાની સ્પીડ ને ધીમું કરી સકે છે.
- તે યુઝર ને spam mail પણ મોકલી સકે છે.
- Examples: DDoS, JS.fornight
Types of Web Scripting Virus in Guajarati (વેબ સ્ક્રિપ્ટીંગ વાયરસ ના પ્રકાર)
- Non-Persistent web scripting Virus – આ પ્રકાર ના Virus ને user જોઈ નથી શકતા અને આ Virus user ની જાણકારી વગર કોમ્પ્યુટર માં attack કરે છે.
- Persistent web scripting Virus – આ વાયરસ સિસ્ટમ માં Continue attack કરે છે જેના કારણે કોમ્પ્યુટર ને ઘણું નુકસાન થાય છે.
Memory Resident Virus (મેમરી રેસિડેન્ટ વાયરસ)
- આ એ પ્રકાર નો વાયરસ છે જે કોમ્પ્યુટર ની primary memory માં હાજર રહે છે. જેને આપણે RAM અથવા Main memory પણ કહીએ છીએ.
- જ્યારે કોઈ User કોમ્પ્યુટર ને start કરે છે ત્યારે આ વાયરસ Active થઈ જાય છે અને કોમ્પ્યુટર માં ચાલી રહેલી files ને corrupt કરી દે છે.
- Examples: Randex, Meve, CMJ
Macro Virus (મેક્રો વાયરસ)
- મેક્રો વાયરસ એક એવો Virus છે જે Macro Language માં લખવા માં આવે છે. Macro Language એક Programing language છે.
- આ વાયરસ કોમ્પ્યુટર માં ત્યારે ફેલાય છે જ્યારે કોમ્પ્યુટર માં રહેલા કોઈ infected documents ને open કરવામાં આવે.
- આ વાયરસ MS Word અને MS Excel જેવા Programs ધ્વારા પણ ફેલાય છે. જ્યાંરે પણ કોઈ યુઝર MS word અને MS Excel નો ઉપયોગ કરી ને કોઈ ફાઇલ ને open કરે ત્યારે Macro Virus ના ફેલાવાના Chances વધુ હોય છે.
- Examples: Bablas, Concept, and Melissa Virus
Stealth Virus (સ્ટીલ્થ વાયરસ)
- આ એક hidden Virus(સંતાઈ ગયેલ વાયરસ) છે જે પોતાની જાતને Antivirus Software ની તપાસ થી સંતાડી ને રાખે છે. આ વાયરસ ઓપરેટિંગ સિસ્ટમ ની પ્રક્રીયા ઓ ને infect કરે છે.
- આ વાયરસ ને ઓળખવો મુસકેલ છે. કારણકે આ વાયરસ પોતાની જાતને ફાઈલો અને બૂટ સેક્ટર માં સંતાડી દે છે.
Polymorphic Virus (પોલીમોરફિક વાયરસ)
- પોલીમોરફિક વાયરસ ને શોધવો Antivirus માટે પણ ઘણું અઘરું હોય છે. આ Virus થી કોમ્પ્યુટર ની Speed ધીમી થઈ જાય છે.
- આ Virus Malware નો ઉપયોગ કરી ને કોમ્પ્યુટર માં ફેલાય છે.
- Examples: Whale, Simile, SMEG engine, UPolyX
Metamorphic Virus (મેટામોર્ફીક વાયરસ)
- તે પોલીમોર્ફીક Virus જેવુજ છે. પણ તે દરેક સોધખોળ વખતે પોતાની જાતને Rewrites કરે છે એટલે કે ફરીથી બનાવે છે. તેથી તેને શોધવો વધુ મુસ્કેલ પડે છે.
Multipartite Virus (મલ્ટીપૈર્ટાઈટ વાયરસ)
- આ વાયરસ ઘણીરીતે કોમ્પ્યુટર માં રહેલ ફાઇલો ને infect કરે છે.
- આ બૂટ સેક્ટર અને હાર્ડ ડ્રાઇવ પર Executable ફાઈલો ને નુકસાન પહોચડે છે. અને આ Virus વધુ ઝડપ થી કોમ્પ્યુટર માં ફેલાય છે.
- Examples: Ghostball, Invader
File Infector Virus (ફાઇલ ઇન્ફેકટર વાયરસ)
- આ એક પ્રકાર નું Malware છે જે executable files(જેમ કે .exe or .com) ને infect કરે છે.
- આ વાયરસ infected ફાઈલો execute થવા ની સાથે Active થાય છે. આ પ્રકાર ના વાયરસ Windows અને Unix જેવા ઓપરેટિંગ સિસ્ટમો ને infect કરે છે.
Trojan horse (ટ્રોજન હોર્સ)
- આ એક પ્રકાર નું Malware છે. જ્યારે કોઈ User કોમ્પ્યુટર માં કોઈ નવા પ્રોગ્રામ ને install કરે ત્યારે આ Virus કોમ્પ્યુટર માં પ્રવેશ કરે છે.
- આ વાયરસ કોમ્પ્યુટર માં unauthorised access પ્રદાન કરે છે.
- આ Virus કોમ્પ્યુટર માં રહેલી ફાઇલો ને delete કરી શકે છે.
- Examples: ProRat, ZeroAccess, Beast, Netbus, Zeus
Rabbit Virus (રેબિત વાયરસ)
- Rabbit Virus ને fork bomb નામ થી પણ ઓળખવામાં આવે છે.
- આ વાયરસ કોમ્પ્યુટર ની speed ને slow(ધીમું) કરી દે છે.
Overwrite Virus (ઓવરરાઇટ વાયરસ)
- આ કોમ્પ્યુટર નો સૌથી સરળ વાયરસ છે. આ એક પ્રકાર નો malicious program છે જે કોમ્પ્યુટર માં રહેલ original program code ને delete કરી દે છે.
- આ વાયરસ ને કોઈ વિશેષ file અથવા Application ને delete કરવા માટે બનાવેલ(design) છે.
- Examples: Grog.377, Grog.202/456.
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે What is Computer Virus in Gujarati (કોમ્પ્યુટર વાયરસ શુ છે) અને Explain Types of Virus in Gujarati (વાયરસ ના પ્રકાર સમજાઓ).
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.
Thank you so much for your valuable content
You’re Welcome