મિત્રો, શું તમે જાણો છો કે કોમ્પ્યુટર વોર્મ શું છે? (What is Worms, What is Computer Worms in Gujarati). અને વોર્મ્સ ના પ્રકાર? (Types of Worms in Gujarati). તમારામાંથી મોટાભાગના મિત્રો કોમ્પ્યુટર વોર્મનું નામ ભાગ્યે જ સાંભળ્યું હશે. પણ, હા, જેઓ કોમ્પ્યુટર ફિલ્ડ માં છે તેઓએ Computer Worms વિશે વાંચ્યું જ હશે. કદાચ તમારામાંથી કેટલાકે Newspaper કે પછી Google પર પણ તેના વિશે વાંચ્યું હશે.
પરંતુ તે છતાં, જો તમે આ લેખ વાંચી રહ્યા છો. તો આનો અર્થ એ થયો કે તમે Computer Worms વિશે ગુજરાતીમાં વધુ જાણવા માંગો છો, તો ચાલો મિત્રો જાણીએ કે કોમ્પ્યુટર વોર્મ શું છે.

What is Worms – વોર્મ્સ શું છે?
- વર્ષ 1975 માં પહેલી વાર “Computer Worm” શબ્દ નો ઉલ્લેખ જોન બ્રૂનર (John Brunner) ના કાવ્ય “The Shockwave Rider” માં કરેલ હતો.
- Worms એક કોમ્પ્યુટર પ્રોગ્રામ અથવા વાઇરસ જેવુજ હોય છે જે પોતાનીજ copy બનાવી લે છે અને બીજા કોમ્પ્યુટર માં ફેલાય (Spread થાય) છે.
- Worms પણ virus જેવાજ હોય છે પરંતુ તે સ્વતંત્ર (independent) હોય છે.
- આને બીજા કોમ્પ્યુટર માં ફેલાવા માટે કોઈ વ્યક્તિ (person) ની જરૂર નથી હોતી પરંતુ તે જાતેજ બીજા કોમ્પ્યુટરમાં ફેલાઈ જાય છે.
- Worm નેટવર્ક નો ઉપયોગ કરીને પોતાની copy ને બીજા કોમ્પ્યુટરો માં મોકલે છે.
- Worm નેટવર્ક માં e-mail, web page, અને chat massage દ્વારા સહેલાઈ થી બીજા કોમ્પ્યુટરો માં ફેલાય છે.
- Worm કોમ્પ્યુટર ની અતિ મહત્વ ની ફાઈલો ને delete કરી શકે છે. Worm કોમ્પ્યુટર ને ધીમા કરી દેછે જેના થી કોમ્પ્યુટર ના પ્રોગ્રામ કામ કરવાનું બંધ કરી દેછે.
- Computer worm તમારા કોમ્પ્યુટર માં નબળી સિકયોરિટી વાળા સોફ્ટવેર માં backdoors install કરીને તમારી સિસ્ટમ ને Access કરી સકે છે અને જરૂરી માહિતી પણ ચોરી કરી શકે છે.
- Worm મોટી માત્રા માં મેમરી અને સાથે સાથે બેન્ડવિડ્થ રોકીરાખે (consume કરે) છે. જેનાથી સિસ્ટમ અને network વારમ વાર ઓવરલોડ થવાથી બગડી જાય છે.
Types of Computer Worms – કોમ્પ્યુટર વોર્મ્સ ના પ્રકાર
E-mail worm (ઇ–મેઇલ વોર્મ)
- જે computer worms ને email messages થી spread કરવામાં આવે છે તેને email worms કહે છે.
- આ worm infect થયેલા e-mail massage ને કારણે ફેલાય છે. અથવા e-mail અટેચમેંટ દ્વારા ફેલાય છે.
- E-mail worm નું એક ઉદાહરણ “ILOVEYOU” worm વાઇરસ છે. વર્ષ 2000 માં e-mail message દ્વારા “ILOVEYOU” સબ્જેક્ટ લાઇન સાથે મોકલવામાં આવેલ હતું.
Internet worms (ઇન્ટરનેટ વોર્મ્સ):-
- આ worm ઇન્ટરનેટ પર એવા કોમ્પ્યુટરો ને ગોતે છે કે જેમને infect કરી શકાય. અને જો આવી system મળી જાય તો આ worm તેમને infect કરી દેછે.
- જે system માં Antivirus Software install નથી હોતા તે કોમ્પ્યુટર ને વોર્મ જલ્દી પ્રભાવિત અથવા infect કરે છે.
File sharing worm (ફાઇલ શેરિંગ વોર્મ)
- જ્યારે કોઈ Unknown source માથી file Download કરવામાં આવે તો તેવી file માં worms વાઇરસ હોવાની સંભાવના હોઈ શકે છે.
- આ worm કોમ્પ્યુટર માં એવા નામ થી Folder બનાવી ને Save થાય છે કે જેનાપર આપણને શક(Doubt) પણ ના થાય કે worm આવા Folder માં સ્ટોર થયેલો હોઇશકે.
- વર્ષ 2004 માં “Phatbot” નામ નો worm file sharing ના માંધ્યમ થી વધુ સંખ્યામાં કંમ્પ્યુટરો ને સંક્રમિત કર્યા હતા.
- File sharing worms પોતાને શેર કરેલ ફોલ્ડરમાં copy કરે છે જેનો સામાન્ય રીતે લોકો ઉપયોગ કરે છે.
- જેમ કે USB ડ્રાઇવમાં પોતાનો Code ને કોપી કરે છે, ત્યાર પછી worm સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે.
- File sharing worms ડાઉનલોડ કરવા અને spread થવા માટે P2P network ઉપયોગ કરે છે.
- જ્યારે કોઈ user તે drive ને કોઈપણ uninfected system જોડે attach કરેછે તેવુજ તે worm File System ને infect કરીદે છે અને તેને ચાલુજ રાખે છે.
IRC worm
- આ પ્રકાર ના worm અન્ય સિસ્ટમ માં message ધ્વારા infected link મોકલી દેછે. જેનાથી બીજી સિસ્ટમ માં પણ worm જતારહે છે એટલે કે Spread થાય છે.
આ પણ વાંચો – What is Computer Virus in Gujarati – Types of Virus in Gujarati
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે કોમ્પ્યુટર વોર્મ શું છે? (What is Computer Worms in Gujarati) અને વોર્મ્સ ના પ્રકાર? (Types of Worms in Gujarati).
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.