મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું જાવા વર્ચ્યુઅલ મશીન શું છે? (What is JVM, What is JVM in Gujarati, Java Virtual Machine in Gujarati).
આપણે અગાઉ ના Tutorial માં Java ના ફાયદાઓ અને ગેરફેદાઓ જોયા. હવે તેમાં તમે Java Virtual Machine અથવા JVM જેવા શબ્દો જોયા હશે અને એવો પ્રશ્ન પણ થયો હશે કે આ JVM છે શું? કયું નવું નામ આવી ગયું તો ચાલો આજે આજ નવા નામ ને સમજીએ ખૂબ જ સરળ રીતે.
What is JVM in Gujarati? – Java Virtual Machine in Gujarati?
- JVM ને Java Virtual Machine કહે છે.
- હવે અહિયાં જાવા શબ્દ નો ઉપયોગ થયો છે તો આનો મતલબ એ છે કે આ મશીન java programming language પર કામ કરે છે.
- Jvm એ એક virtual machine છે જેની મદદથી જાવા પ્રોગ્રામ ને કોઈ પણ કમ્પ્યુટર પર run કરી શકાય છે.
- એટલે કે તે runtime engine માટે કાર્ય કરે છે, જેથી જાવા codes અને applications ને ચલાવી શકાય છે.તેના માટે તે જાવા bytecode ને machine code માં convert કરે છે.
- Bytecode એ એક પ્રકાર instructions હોય છે. જેને java virtual machine execute કરે છે.
- Java virtual machine ને આપણે programming language એટલે કે source code અને OS એટલે કે host system વચ્ચે નું એક interface કહી શકીએ.
- JVM ને તમે કોઈ પણ operating system જેવી કે, windows, OS x અને Linux માં run કરી શકો છો.
- JVM એ java code અથવા application ને run કરવા માટે એક runtime environment provide કરે છે.
- JVM એ JRE [JAVA RUNTIME ENVIRONMENT] નો એક ભાગ છે.
- JVM ને અલગ થી install કરવાની જરૂર પડતી નથી કારણકે તે JDK ની સાથે જ ઇન્સ્ટોલ થઈ જાય છે.
JVM કેવી રીતે કામ કરે છે? (How JVM Works?)
- જ્યારે તમે જાવા પ્રોગ્રામ ને run કરો છો ત્યારે જાવા compiler સૌથી પહેલા તમારા જાવા કોડ ને byte code માં compile કરે છે.
- ત્યારબાદ JVM byte code ને machine code માં convert કરે છે, જેના પછી computer CPU તેને directly execute કરી શકે છે.
- એટલે કે જ્યારે જાવા કોડ ને તૈયાર[configure] કરવામાં આવે છે તો તે directly તમારા computer માટે નહીં પણ JVM માટે તૈયાર[configure] થાય છે.
- જેના પછી JVM byte code ને execute કરી તે કોડ ને CPU માટે configure કરે છે એટલે કે તે કોડ મશીન સમજી શકે તેવી language માં convert કરે છે.
JVM નો ઉપયોગ શા માટે? (Why Use Of JVM?)
- JVM જાવા source code ને run કરવા માટે એક platform provide કરે છે જે platform-independent હોય છે.
- જાવા પ્રોગ્રામ ને તમે એક વાર રન કરી લો પછી તમે એને કોઈ પણ પ્લેટફોર્મ પર run કરી શકો છો કારણકે તે એક machine code માં convert થઈ જાય છે.
- JVM JIT [Just-In-Time] compiler ની સાથે આવે છે. જે જાવાના source code ને low-level machine code માં convert કરે છે. જેનાથી java application ઝડપથી run થાય છે.
JVM ના Features (Features of JVM)
- JVM એ java application ને તમારા સિસ્ટમમાં run કરવા માટે એક Environment બનાવવામાં સક્ષમ છે.
- JVM નો use byte code ને machine code માં convert કરવા માટે થાય છે.
- JVM જાવા developer માટે બહુ બધા basic function provide કરે છે જેમ કે, memory management, garbage collection, etc.
- JVM જાવા code ને line by line execute કરે છે. આથી તેને interpreter પણ કહે છે.
- આ platform-independent છે.
આ પણ વાંચો – History of Java in Gujarati
આ પણ વાંચો – Java and Internet in Gujarati
આ પણ વાંચો – Features of Java in Gujarati
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે જાવા વર્ચ્યુઅલ મશીન શું છે? (What is JVM, What is JVM in Gujarati, Java Virtual Machine in Gujarati).
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.