મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Wrapper Class in Java, Wrapper Classes in Java, How to Create Wrapper Classes in Java, Way to Create Wrapper Class in Java, Need of Wrapper Classes, How to Retrieving The Value Wrapped By a Wrapper Class Object in Java.
મિત્રો Wrapper Class શબ્દ સાંભળતા જ આમ એવું લાગે કે જાણે ખૂબ જ Hard Topic હશે. કેમકે આ શબ્દ જ એવો અલગ છે અને જો Wrapper Class ને proper રીતે ના સમજો તો ચોક્કસ Hard Topic કહી શકાય. પણ જ્યાં Hard Topic હોય અને તેને Easy બનાવા માટે તમારી જોડે Mari College Website તો છેજ. તો ચાલો મિત્રો આજે આજ Wrapper Class જે Most Imp Topic છે તેને સમજીએ ખૂબ જ સરળ રીતે આપણી ભાષા ગુજરાતી માં.
Wrapper Class in Java – Wrapper Class એટલે શું?
- જાવા માં primitive data types એ કોઈ object નથી અને તેઓ કોઈપણ class ના પણ નથી.
- આપણે primitive data types નો ઉપયોગ object તરીકે કરી શકીએ નહીં.
- તેને object તરીકે use કરવા આપણે wrapper class નો ઉપયોગ કરીએ છીએ.
- Wrapper class data types ને object માં wrap કરે છે.
- જાવા માં દરેક data type માટે wrapper class છે.
- 8 wrapper class એ java.lang package માં હોય છે.
Wrapper classes for converting simple types
Primitive data type | Wrapper class | Constructors |
byte | Byte | Byte(byte), Byte(String) |
short | Short | Short(short), Short(String) |
int | Integer | Integer(int), Integer(String) |
long | Long | Long(long), Long(String) |
float | Float | Float(float), Float(String) |
double | Double | Double(double), Double(String) |
boolean | Boolean | Boolean(boolean), Boolean(String) |
char | Character | Character(char) |
Two Ways to Create Wrapper in Java – જાવા માં 2 રીતે Wrapper Class બનાવી શકાય છે
- Using wrapper class constructor
- Using valueOf() method
Using Wrapper Class Constructor
- Character type સિવાય દરેક wrapper classes બે constructor provide કરે છે.
- એક primitive type માટે અને બીજો string representation માટે.
Example:
int i = 20;
Integer a1 = new Integer(i);
Using valueOf() Method
- આ wrapper class create કરવાની બીજી method છે.
- આ static method છે.
- આથી તેને direct class પરથી invoke કરી શકાય છે.
Syntax:
static Integer valueOf(int i);
static Integer valueOf(string s);
Example:
int i = 20;
Integer a1 = Integer.valueOf(i);
Integer a2 = Integer.valueOf(“10”);
Retrieving the Value Wrapped By a Wrapper Class Object
- 8 wrapper classes માં દરેક પાસે object માં wrapped value ને retrieve કરવાની method છે.
- આ methods નું form : *Value() છે, જ્યાં * એ અનુરૂપ data type ને refer કરે છે. જેમ કે, intValue()
Primitive data type | Wrapper class | Unwrap methods |
byte | Byte | byteValue() |
short | Short | shortValue() |
int | Integer | intValue() |
long | Long | longValue() |
float | Float | floatValue() |
double | Double | doubleValue() |
boolean | Boolean | booleanValue() |
char | Character | charValue() |
Example:
Integer a1 = Integer.valueOf(i);
int i = a1.intValue();
આ પણ વાંચો – Scope of Variables – Default Values of Variables
આ પણ વાંચો – Type Conversion and Casting in Java
આ પણ વાંચો – Variables and Constants in Java
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Wrapper Class in Java, Wrapper Classes in Java, How to Create Wrapper Classes in Java, Way to Create Wrapper Class in Java, Need of Wrapper Classes, How to Retrieving The Value Wrapped By a Wrapper Class Object in Java.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.